તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન છતાં બેકલોગના 200 લેવાય છે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોટો પડાવવાના નામે RTOમાં લોકોને રૂબરૂ બોલાવાય છે
  • લાઇસન્સ ઓનલાઈન ન દેખાય તો જ બેકલોગ ફોર્મ જરૂરી છે

વાહનનું ડ્રાઇવીંગ લાઇસન્સ વાહનવ્યવહારના સર્વરમાં ઓનલાઇન દેખાતું હોવા છતાં અરજદારોને બેકલોગ માટે ફોર્મના રૂપિયા 200 ખર્ચ કરવા પડે છે. લાઇસન્સ પરથી ઓનલાઇન ચકાસણી કરી બેકલોગ માટે જરૂરિયાત છેકે, નહીં તે જણાવવાના બદલે અરજદારને ફોર્મ ભરવા મોકલી દેવાય છે. આ અંગે ઇન્સ્પેકટર કે એઆરટીઓ સાંભળતા જ નથી. બેકલોગ માટે ઓનલાઇન પ્રોસેસમાં ફોટો અપલોડ કરાયો હોવા છતાં ફોટો પડાવવાના નામે અરજદારને રૂબરૂમાં બોલાવે છે.

સુભાષબ્રિજ આરટીઓમાં વાહનના જુના ડ્રાઇવીંગ લાઇસન્સમાં રીન્યુ, ડુપ્લીકેટ, નામ-સરનામાની અંદર સુધારો કરવા માટે લાઇસન્સ ફરજિયાત બેગલોગ કરાવું પડે છે. આ માટે ગત ફેબ્રુઆરીથી ઓનલાઇન ડ્રાઇવીંગ લાઇસન્સ દેખાતા ના હોય તેવા કિસ્સામાં જ બેકલોગ માટે ફરજિયાત ઓનલાઇન ફોર્મ ભરાવાનો આદેશ કરાયો છે. પરંતુ આરટીઓના અધિકારીઓ લાઇસન્સની ચકાસણી કર્યા વગર મોટાભાગના લોકોને ઓનલાઇન ફોર્મ ભરાવે છે.

અરજદારે ખોટો ધક્કો ખાવો પડે છે
અરજદાર રૂ.200 ખર્ચ કરી આરટીઓમાં આવે ત્યારે લાઇસન્સના નંબર પરથી ઓનલાઇન ચકાસણી કરી બેકલોગ જરૂરી નહીં હોવાનું કહી રવાના કરાય છે. એટલેકે સમગ્ર પ્રોસેસ પછી અરજદારને બેગલોગની જરૂર નહીં હોવાનું ઇન્સ્પેકટર જણાવે છે. જો પ્રથમવારમાં જ જણાવે તો અરજદારને ખોટો ખર્ચ તેમજ બિનજરૂરી ધક્કો અટકે.

અન્ય સમાચારો પણ છે...