પાડાના વાંકે પખાલીને ડામ!:અમદાવાદમાં કાર્ડ નહીં હોવાના બહાને વાહન ચાલકોને બાનમાં લેવાઈ રહ્યા છે, લાઈસન્સ કાર્ડ બનાવતી કંપનીની કામગીરી બંધ થતાં હાલાકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કંપનીનો કોન્ટ્રાક્ટ જાન્યુઆરી સુધી લંબાવવા ફાઈલ સરકારમાં છે

વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સના કાર્ડ બનાવતી કંપનીનો ગત સપ્ટેમ્બર, 2021થી કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થતાં હાલ રાજ્યની વિવિધ આરટીઓમાં કામગીરી બંધ કરી દીધી છે. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીઓએ કહ્યું કે, લાઇસન્સના કાર્ડ બનાવતી કંપની કામગીરી બંધ કરી અરજદારોને બાનમાં લઇ શકે નહીં. હાલ કોન્ટ્રાક્ટ રિન્યુની ફાઇલ મંત્રી સમક્ષ મોકલી અપાઇ છે.

રાજ્યની વિવિધ આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સના પેન્ડિંગનો આંકડો એક લાખથી વધુ છે. કંપનીએ કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થતાં કામગીરી બંધ કરી દીધી છે. લાઇસન્સ ના હોય તો વાહનચાલકને દંડ કરાય છે. પરંતુ કંપની સમય મર્યાદામાં લાઇસન્સ આપી શકે નહીં તો વાહનચાલકો કોઇ કાર્યવાહી કરી શકતા નથી. હાલ આરટીઓમાં લાઇસન્સ માટે આવતા અરજદારોને ધક્કો પડે છે.

2 દિવસમાં કાર્ડની વ્યવસ્થાનો આદેશ
કંપનીનો કોન્ટ્રાક્ટ લંબાવવા માટેની અરજીમાં નાણાં વિભાગે પૂર્તતા કાઢી હતી. જે પૂર્તતા દૂર કરીને ફરી નાણાં વિભાગને ફાઇલ મોકલાવી હતી. જે મંજૂર થઇ પરત આવતા હાલ ફાઇલ ઉચ્ચકક્ષાએ મોકલી આપી છે. કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે સરકાર પૂરેપૂરા નાણાં ચૂકવવાની છે. જેથી ફાઇલની પ્રોસેસ થાય ત્યાં સુધી લાઇસન્સના કાર્ડ બનાવવાની કામગીરી કંપની અટકાવી શકે નહીં. બે દિવસમાં કાર્ડની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે. - એચ.એમ. વોરા, ઓએસડી, વાહનવ્યવહાર વિભાગ

અન્ય સમાચારો પણ છે...