ડ્રાઇવર-કંડક્ટરની દાદાગીરી:AMTS રીક્ષા સાથે અથડાતા ચાલકે ઠપકો આપ્યો, બસ ડ્રાઇવર અને કંડક્ટરે લોખંડના સળિયાથી માર માર્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદમાં એક રીક્ષા ચાલક રીક્ષા પાર્ક કરી રહ્યો હતો ત્યારે AMTS બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ સમયે AMTS બસ રીક્ષાને અથડાતા રીક્ષા સાથે ઘસાઈ હતી. જેથી રીક્ષા ચાલકે બસના ડ્રાઈવરને ઠપકો આપતા બસના ડ્રાઇવર અને કંડક્ટરે ઉશ્કેરાઈને રીક્ષા ચાલકને લોખંડના સળિયાથી માર માર્યો હતો.આ મામલે રીક્ષા ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ડ્રાઇવર ઉશ્કેરાઈને મનોજભાઈને મુક્કો મારવા લાગ્યો
​​​​​​​મણીનગરમાં રહેતા મનોજભાઈ વાઘેલા નામના રીક્ષા ચાલકે ઘર પાસે રીક્ષા પાર્ક કરી હતી ત્યારે 128 નંબરના રૂટની AMTS બસ ત્યાથી પસાર થઈ રહી હતી. આ સમયે બસ રીક્ષાને અથડાઈ હતી. જેના કારણે રીક્ષા પર ઘસરકો લાગ્યો હતો. જેથી મનોજભાઈએ બસના ડ્રાઈવરને ઠપકો આપ્યો હતો. જેથી ડ્રાઇવર ઉશ્કેરાઈને મનોજભાઈને મુક્કો મારવા લાગ્યો હતો.

લોખંડના સળિયાથી હાથ અને પગ પર માર માર્યો
​​​​​​​​​​​​​​જે બાદ બસના કંડકટરે મનોજભાઈને લોખંડના સળિયા વડે હાથ અને પગ પર માર માર્યો હતો. જેથી મનોજભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ મામલે મનોજભાઈએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...