તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષા સ્ટંટ:ઓઢવમાં પામ હોટલ પાસે રિંગ રોડ પર ચાલકે રિક્ષાના સ્ટંટ કર્યા, સ્ટંટનો વિડિયો વાઈરલ

અમદાવાદ11 દિવસ પહેલા
રિક્ષાચાલક બાઈકની માફક સ્ટંટ કરતો દેખાયો
  • ભયજનક રીતે વાહન ચલાવવા સહિત કલમ હેઠળ ગુનો નોંધાશે

જાહેર રોડ પર બેફામ સ્પીડે બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં યુવાનો સ્ટંટ કરે છે પરંતુ સોશિયલ મીડિયામાં એક રિક્ષાચાલક રિક્ષા દ્વારા સ્ટંટનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં જ્યાં સ્ટંટ કરવામાં આવી રહ્યો છે તે અમદાવાદના ઓઢવ રિંગ રોડનો હોવાનું જાણવા મળ્યું છે.

ભયજનક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધાશે
ઓઢવ પીઆઇ આર જી જાડેજાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓઢવ પામ હોટલ પાસેનું હોવાનું જણાય છે. રિક્ષા નંબર અમને મળી ગયો છે જેના આધારે તપાસ કરી છે અને ભયજનક રીતે વાહન ચલાવવા વગેરે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે.

રિક્ષાને બે ટાયર પર ચલાવીને જોખમી સ્ટંટ કર્યો
રિક્ષાને બે ટાયર પર ચલાવીને જોખમી સ્ટંટ કર્યો

ઓઢવ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી
સોશિયલ મિડિયામાં વાઇરલ થયેલા એક વિડિયોમાં રાત્રે એક રિક્ષા ચાલકે રિક્ષાને એક તરફથી ઉંચી કરી બે ટાયર પર સ્ટંટ કરે છે. આવા સ્ટંટના બે રાઉન્ડ લગાવે છે. રિંગ રોડ ઉપર સ્ટંટ કરતા જોઈ લોકોના ટોળા એકઠાં થયા હતા. ટોળામાં હજાર લોકોએ આ સ્ટંટનો વિડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ સોશિયલ મિડિયા ઉપર વાઈરલ કર્યો હતો. વિડિયોમાં સ્ટંટના બે રાઉન્ડ લગાડે છે. પરંતુ બે કરતા વધારે રાઉન્ટ સ્ટંટ કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ વિડિયો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં આવેલી પામ હોટલ પાસેનો હોવાનું જાણવા મળ્યું છે. ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.

રિક્ષાચાલકે રિંગ રોડ પર સ્ટંટ કર્યા
રિક્ષાચાલકે રિંગ રોડ પર સ્ટંટ કર્યા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો