તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમદાવાદના ગોતા બ્રિજ પર કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, ડ્રાઇવરની બાજુમાં બેઠેલો યુવક ફંગોળાઈને 20 ફૂટ નીચે પડતા મોત થયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાસ્થળની તસવીર - Divya Bhaskar
ઘટનાસ્થળની તસવીર
  • કાર પલટીને ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં ફંગોળાતી વખતે બીજી કાર પર પડી

ગોતા બ્રિજ પર સોમવારે સાંજે વૈષ્ણોદેવી બાજુથી આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી દેતા કાર પલ્ટી મારી ગઈ હતી, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. વૈષ્ણોદેવી બાજુથી એક કારમાં 4 મિત્રો સોલા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કાર પલ્ટી ખાઈ ગઈ હતી, પરંતુ કારની સ્પીડ એટલી બધી હતી કે કાર પલ્ટીઓ ખાતી ડિવાઈડર પરથી રોંગ સાઈડમાં જતી રહી હતી અને સામેથી આવી રહેલી બીજી કારની ઉપર પડી હતી.

જો કે કાર જ્યારે પલ્ટી ખાઈ રહી હતી ત્યારે ડ્રાયવરની બાજુની સીટનો દરવાજો ખુલી જતા ડ્રાયવરની બાજુની સીટમાં બેઠેલો નયન દિલિપ પરમાર(વેજલપુર) કારમાંથી ફંગોળાઈને બહાર પડી ગયો હતો અને બ્રિજ પરથી 20 ફૂટ નીચે પડયો હતો. જેથી માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી નયન પરમારનું મોત નીપજ્યું હતું.

જ્યારે કાર ચાલક સહિત તેના 3 મિત્રો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સામેથી આવી રહેલી જે કાર ઉપર આ કાર પડી હતી તે કારમાં માલિક રાજેશ પિલ્લઇ અને ડ્રાયવર જીતેન્દ્ર ઠાકોર જઈ રહ્યાં હતાં. પરંતુ બંનેને સામાન્ય ઈજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતા એસ.જી. 1 ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...