તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Drive through Vaccination To Start In Ahmedabad City, Record Breaking 13085 Patients Discharged For Third Day In A Row In The State, 12064 New Cases

મોર્નિંગ બ્રીફ:અમદાવાદ શહેરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે, રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડબ્રેક 13085 દર્દીઓ ડિસ્ચાર્જ, 12064 નવા કેસ

2 મહિનો પહેલા

નમસ્કાર!
સોમનાથ મંદિરના પટાંગણમાં શ્રોતાઓ વિના કથાકાર મોરારીબાપુની 859મી રામકથાનો પ્રારંભ થશે. સ્વામી ચિન્મયાનંદજીની 105મી જન્મજયંતી ઑનલાઇન ઉજવાશે, પીએમ મોદી ઓનલાઈન ઉદ્ધાટન કરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,206.47256.71
ડોલરરૂ.73.51-0.25

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

----

આ 4 ઘટનાઓ પર રહેશે નજર

1) અમદાવાદ શહેરમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની સવારે 9:30 કલાકે શરૂઆત થશે.
2) સોમનાથ મંદિરના પટાંગણમાં શ્રોતાઓ વિના કથાકાર મોરારીબાપુની 859મી રામકથાનો પ્રારંભ થશે.
3) સ્વામી ચિન્મયાનંદજીની 105મી જન્મજયંતી ઑનલાઇન ઉજવાશે, પીએમ મોદી ઓનલાઈન ઉદ્ધાટન કરશે.
4) અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધુ દર્દીએ કોરોનાને માત આપી, સતત ત્રીજા દિવસે રેકોર્ડબ્રેક 13085 દર્દીઓ રિક્વર થયા

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, તો 7મી મે એ રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. નવા કેસમાં સતત નજીવો ઘટાડો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 13 હજાર 84 લોકોએ કોરોનાને હરાવ્યો છે. 24 કલાકમાં 12 હજાર 85 નવા કેસ નોંધાયા છે. છેલ્લા આઠેક દિવસથી રોજેરોજ 10 હજારથી વધારે દર્દી કોરોનાને માત આપી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

કોરોનાના કારણે હસતા ખેલતા પરિવારનો માળો પીંખાયો
કોરોનાના કારણે હસતા ખેલતા પરિવારનો માળો પીંખાયો

2) દ્વારકામાં પરિવારના મોભીનું કોરોનાથી મોત થયાના આઘાતમાં અન્ય ત્રણ સભ્યોએ કરી લીધી સામુહિક આત્મહત્યા
દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે એક પરિવારના મોભીનું કોરોનાની સારવાર દરમિયાન થયેલ મૃત્યુ બાદ આજે મૃતકના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. મોભીના મૃત્યના આઘાતને લઈને પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મ્યુકોરમાઈકોસિસમાં આંખ, નાક અને દાંતને લગતાં લક્ષણો જોવા મળ્યા, હવે આ રોગ મગજમાં પણ પ્રસરવા માંડ્યો
રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. સાથે હવે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ENT અને ડેન્ટલ વિભાગમાં છેલ્લા દસ દિવસમાં 80થી વધુ કેસો સામે આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદનો યુવક કોરોનાને હરાવીને એક અઠવાડિયામાં ફરી પોઝિટિવ આવ્યો, ડોક્ટર પૂરતો આરામ અને દવા લેવા કહે છે
કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સપડાયા છે અને કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે આ બીજી લહેરમાં ઉંમરલાયક સાથે યુવાઓ પણ વધુ સંક્રમિત થયા છે. અમદાવાદના એક યુવાનને કોરોના થયા બાદ રિક્વરી આવી બાદમાં યુવાનને રિક્વરીના અઠવાડિયામાં જ ફરીથી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે કોરોનાને એકવાર માત આપીને પણ બેદરકાર થવું ન જોઈએ. નહીં તો ફરી કોરોના સંક્રમણ લાગવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે ડોક્ટર રિક્વરી બાદ પણ પૂરતો આરામ અને સલાહ મુજબ દવા લેવા કહે છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાત ભાજપના નેતાઓને બંગાળનો અત્યાચાર દેખાયો, પણ ગુજરાતની જનતાની હાડમારી ના દેખાઈ?
કોરોનાની મહામારીમાં ગુજરાતની સામાન્ય અને નિર્દોષ જનતા બિચારી બાપડી બનીને પોતાના સ્વજનોની સારવાર માટે ભટકી રહી છે, હોસ્પિટલના બેડથી લઇને ઓક્સિજન અને દવાઓની અછત સામે લાચાર બની છે તેવા સમયે પ્રજાના પ્રતિનિધિઓ અને સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ ઘરમાં પુરાઈ ગયા હતા. પરંતુ એકાએક ભાજપના નેતાઓએ બંગાળના હુમલાના વિરોધમાં ગુજરાતમાં ધરણા-દેખાવો યોજીને બે શરમ બની ફોટો પડાવી રહ્યા હતા. જેની સામે પ્રજાનો ભારે રોષ ફાટી નીકળ્યો છે, અને અનેક જગ્યાએ ભાજપના નેતાઓને જનતાએ ભગાડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...