તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં 1164 લોકોએ વેક્સિન લીધી, નવરંગપુરા સ્ટેડિયમમાં ગાડીઓની લાઈન, ભારે રોષ બાદ ટુ વ્હીલરને પણ એન્ટ્રી મળી

અમદાવાદ4 મહિનો પહેલા
  • વેક્સિનેશન સમય સવારના 9:30થી 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે

રાજ્યમાં કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે આજે અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી ઉપરના લોકોને ડ્રાઇવ થ્રુ વેક્સિન આપવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષથી ઉપરના 1164 લોકોએ વેક્સિન લીધી હતી. આજે વહેલી સવારથી જ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ગાડીઓની લાઈન લગાવી હતી. સરદાર પટેલ સ્ટેડિયમથી સરદાર પટેલ બાવલા સુધી ગાડીઓની એક કિલોમીટર લાંબી લાઈન લાગી છે. જોકે માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર પર આવનાર લોકોને પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.ત્યારે બાદ હવે ટુ વ્હીલર વાળાને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. લોકોને લાઈનમાં અંદર જવા દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 100 જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે

ટુ વ્હીલરને પણ પ્રવેશ આપવામાં આવ્યો
ટુ વ્હીલરને પણ પ્રવેશ આપવામાં આવ્યો

હાલ રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને રોકવા માટે વધુ પ્રમાણ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા 6 સ્થળોએ ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે હવે શહેરમાં આજથી(8મે) ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી છે. જેનો સમય સવારના 9:30થી 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હેલિપેડ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે.

પહેલા ટુ વ્હીલર પર આવનાર લોકોને પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો
પહેલા ટુ વ્હીલર પર આવનાર લોકોને પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો

કેવી રીતે મળશે વેક્સિન?
વાહનમાં આવનાર વ્યક્તિએ સ્ટેડિયમમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. માન્ય આધાર પુરાવા સાથે તેઓએ રજિસ્ટ્રેશન થયા બાદ તેમને ટોકન આપવામાં આવે છે. જે લઈ આગળ વેક્સિન કાઉન્ટર પર જઈ અને વેક્સિન લેવાની રહેશે. 3 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 3 વેક્સિનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ગાડીમાં બેઠા બેઠા જ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે
માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે

સૌપ્રથમ ભુજમાં થઈ હતી શરૂઆત
આ પહેલા ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કચ્છના વહીવટીતંત્ર દ્વારા કોરોના રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા તેમજ વધુમાં વધુ લોકો રસી લેવા માટે આગળ આવે તે માટે કચ્છમાં પ્રથમ વખત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી
ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી

રાજ્યમાં 1 લાખ 86 હજાર 659ને રસી આપવામાં આવી
ગઈકાલે(7 મે) રાજ્યમાં 1 લાખ 86 હજાર 659ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 24 હજાર 941 લોકોને પ્રથમ ડોઝ અને 29 લાખ 89 હજાર 975 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 32 લાખ 14 હજાર 916નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 22 હજાર 474ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38 હજાર 139 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 10 હજાર 614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.