ટેસ્ટિંગની સુવિધા:અમદાવાદમાં રાણીપ અને બોડકદેવમાં બે નવા ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા, શહેરમાં હવે કુલ 5 જગ્યાએ ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગની સુવિધા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગની ફાઈલ ત� - Divya Bhaskar
ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગની ફાઈલ ત�
  • અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ, વસ્ત્રાલ RTO તથા BRTS ડેપો, બોડકદેવ અને રાણીપ ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગની સુવિધા
  • રિપોર્ટ 24-36 કલાકમાં મળી જશે અને વ્હોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલથી મોકલવામાં આવશે.

અમદાવાદમાં એક તરફ કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં GMDC ગ્રાઉન્ડની જેમ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ પ્રોગ્રામનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. સુપ્રાટેક લીમીટેડ સાથે મળીને મહાનગર પાલિકાએ PPP ધોરણે આ યોજના હાથ ધરી રહી છે. હાલની પરિસ્થિતિને જોતા ઉભી થયેલી જરુરિયાત મુજબ વધારાના બે સ્થળો રાણીપ અને બોડકદેવમાં ડ્રાઇન થ્રુ ટેસ્ટિંગના સેન્ટર કરવામાં આવ્યા છે. રાણીપ ખાતે બુધવારથી ડીમાર્ટ પાસે ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે બોડકદેવ ખાતે રાજપથ ક્લબની પાસે કોર્પોરેશનના પ્લોટમાં બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

વાહનમાંથી ઉતર્યા વિના ઝડપી ટેસ્ટિંગની પ્રક્રિયા
ડ્રાઇવ- થ્રુ પહેલ હેઠળ પ્રવાસીઓ અને ડ્રાઇવરો રૂ. 700ના સરકાર માન્ય દરે તેમનાં વાહનોમાંથી બહાર નીકળ્યા વિના ઝડપથી અને સુવિધાજનક રીતે આરટી- પીસીઆર ટેસ્ટિંગ પ્રક્રિયા હેઠળ પસાર થઈ શકશે. નાક અથવા ગળાના સ્વેબના નમૂના કારની વિંડો થકી લેવાશે અને સંપૂર્ણ પ્રક્રિયા (ડ્રાઇવ-ઇન એન્ટ્રીથી એક્ઝિટ) અત્યંત ઝડપી રહેશે.

વાહનમાંથી નીચે ઉતર્યા વિના ઝડપી ટેસ્ટિંગની પ્રક્રિયા
વાહનમાંથી નીચે ઉતર્યા વિના ઝડપી ટેસ્ટિંગની પ્રક્રિયા

ન્યુબર્ગ સુપ્રાટેક દ્વારા શહેરમાં ત્રણ ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ બુથ
આ વિશે બોલતાં ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સંદીપ શાહે જણાવ્યું હતું કે, ડ્રાઇવ- થ્રુ પરીક્ષણ માટે લોકોની પહોંચને સુધારવા માટે સુચારુ વ્યૂહરચના તરીકે ઊભરી આવ્યું છે. નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે આ સંકલ્પનાએ નમૂના ભેગા કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. હાલમાં અમે અમારી જીએમડીસી ગ્રાઉન્ડ ફેસિલિટી ખાતે રોજ પૂરતી સંખ્યામાં નમૂનાઓ પર પ્રક્રિયા કરી રહ્યા છીએ અને આ ઉમેરા સાથે અમને આશા છે કે દર્દીઓ સુધી અમારી પરીક્ષણની પહોંચ ત્રણ ગણી વધી જશે. આ પહેલ ખાસ કરીને દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને સુવિધા અનુસાર ઝડપી સેવાની જરૂર છે તે બધા માટે રાહતરૂપ રહેશે.

સવારે 8થી સાંજના 5 દરમિયાન ટેસ્ટિંગનો સમય
જ્યારે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ સીઓઓ ઐશ્વર્યા વાસુદેવને જણાવ્યું હતું કે, 'કોવિડ સામે લડાઈમાં પ્રશાસનને ટેકો આપવાની અમારી ફરજ છે. અમે રાજ્ય અને આઈસીએમઆરના સેફ્ટી પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યા છીએ અને અમે લોકો માટે સુવિધાજનક રીતે અત્યંત સુરક્ષિત રીતે કોવિડ-19 આરટી- પીસીઆર લાવવાની ખાતરી રાખવા માગીએ છીએ.' આ ટેસ્ટિંગ માટેનો સમય 9 કલાકનો રાખવામાં આવ્યો છે. જેમાં સવારે 8થી સાંજે 5 વચ્ચે સેમ્પલ લેવાય છે અને પરીક્ષણ માટે સર્વ ત્રણ સ્થળે કોઈ પણ એપોઇન્ટમેન્ટની આવશ્યકતા નથી. રિપોર્ટ 24-36 કલાકમાં મળી જશે અને વ્હોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ થકી મોકલવામાં આવશે.

અમદાવાદમાં કુલ 5 સ્થળોએ ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગની સુવિધા
અમદાવાદમાં કુલ 5 સ્થળોએ ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગની સુવિધા

વસ્ત્રાલમાં RTO તથા BRTS ડેપોમાં સેન્ટર શરૂ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યુનિપાથ લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ RTOમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. ટેસ્ટિંગ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ જ લેવામાં આવશે. ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. સાથે જ શહેરીજનોની ઝડપથી ટેસ્ટિંગ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ સાથે જ વસ્ત્રાલ વોર્ડમાં જડેશ્વર રોડ પર આવેલા બી.આર.ટી.એસ ડેપોમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. યુનિપાથ લેબ તથા સુફલામ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ સુવિધા શરૂ કરાઈ છે.