કોરોના ટેસ્ટ માટે સુવિધા:અમદાવાદમાં બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ શરુ થશે, શહેરમાં હવે પાંચ જગ્યાએ બુથની વ્યવસ્થા

અમદાવાદ6 મહિનો પહેલા
સુપ્રાટેક લીમીટેડ સાથે મળીને મહાનગર પાલિકાએ PPP ધોરણે આ યોજના હાથ ધરી
  • GMDC ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગમાં રોજના 4 હજાર જેટલા સેમ્પલ લેવાય છે
  • વસ્ત્રાલમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની કામગીરી શરુ કરાઈ છે

અમદાવાદમાં એક તરફ કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં GMDC ગ્રાઉન્ડની જેમ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ પ્રોગ્રામનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. સુપ્રાટેક લીમીટેડ સાથે મળીને મહાનગર પાલિકાએ PPP ધોરણે આ યોજના હાથ ધરી રહી છે. હાલની પરિસ્થિતિને જોતા ઉભી થયેલી જરુરિયાત મુજબ વધારાના બે સ્થળો રાણીપ અને બોડકદેવમાં ડ્રાઇન થ્રુ ટેસ્ટિંગના સેન્ટર કરવામાં આવી રહ્યા છે. રાણીપ ખાતે બુધવારથી ડીમાર્ટ પાસે ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે બોડકદેવ ખાતે રાજપથ ક્લબની પાસે કોર્પોરેશનના પ્લોટમાં બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

આ મામલે સુપ્રાટેક ગ્રુપ ના જનરલ મેનેજર એલિઝાબેથ એ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે AMC સાથે મળીને GMDCમાં ડ્રાઈવથરુ ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. ત્યાં અમે 10 કાઉન્ટર ઉભા કર્યા હતા. ત્યાં અમેં રોજના 4 હજાર સેમ્પલ કલેક્ટ કરીએ છીએ. લોકોનો ઘસારો ત્યાં વધારે છે. જેને ધ્યાનમાં લઈને AMC એ હવે અમને બીજી 2 જગ્યાએ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરવાની મંજૂરી આપી છે. જેમાં અમે કાલથી રાજપથ ક્લબની બાજુના ગ્રાઉન્ડમાં કામગીરી શરૂ કરી રહ્યા છે. જેમાં 6 કાઉન્ટર લગાવીશું. ત્યારબાદ 2 દિવસમાં રાણીપ D માર્ટ આગળના કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરીશું.

વસ્ત્રાલમાં પણ આ સુવિધા શરુ કરવામાં આવી છે
વસ્ત્રાલમાં પણ આ સુવિધા શરુ કરવામાં આવી છે

GMDCમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ ચાલુ
અમદાવાદના પશ્ચિમમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. લોકોની જે રીતે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં લાઈનો લાગે છે એને ઓછી કરવા માટે શરૂ કરવામાં આવેલા આ કલેક્શન સેન્ટરમાં અત્યાર સુધી ફોર-વ્હીલર, થ્રી-વ્હીલરમાં આવતા લોકોનો ટેસ્ટ કરાતો હતો. જોક ગઈકાલે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટના નિયમમાં ફેરફાર કરીને ટુ-વ્હીલર કે વાહન સિવાય ડોમ પર ચાલતા જઈને પણ ટેસ્ટ કરાવી શકાશે તેનો નિર્ણય લેવાયો હતો.

વસ્ત્રાલમાં RTO તથા BRTS ડેપોમાં સેન્ટર શરૂ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યુનિપાથ લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ RTOમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. ટેસ્ટિંગ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ જ લેવામાં આવશે. ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. સાથે જ શહેરીજનોની ઝડપથી ટેસ્ટિંગ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ સાથે જ વસ્ત્રાલ વોર્ડમાં જડેશ્વર રોડ પર આવેલા બી.આર.ટી.એસ ડેપોમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. યુનિપાથ લેબ તથા સુફલામ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ સુવિધા શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...