કૉસ્મેટિક્સ જપ્ત:મુન્દ્રા સેઝમાં DRIએ 74 કરોડનાં બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ જપ્ત કર્યા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આચારસંહિતાને ધ્યાનમાં લઇને રાજ્યભરમાં તપાસ તેજ

તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ એપીસેઝ મુંદ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી રૂ. 74 કરોડની કિંમતના બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ સમાન જપ્ત કર્યો છે. ટેકસ બચાવવા માટે ખોટી માહિતી આપીને કન્ટેનરને આયાત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડીઆરઆઈએ ચીનમાંથી કોસ્મેટિક આઈટમ સહિત વિવિધ પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી પર કડક નજર રાખી રહ્યું છે.આ ઉપરાંત ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આચારસંહિતા લાગુ થતાં પહેલાં ડીઆરઆઈ દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ડિઆરઆઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાઇનાથી એપીસેઝ મુંદ્રા ખાતે બુક કરેલા કન્ટેનર ખોટી માહિતી દર્શાવી તેમાં પ્રતિબંધીત માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન વેનિટી કેસના 773 પેકેટ હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ કન્ટેનરમાં વિગતવાર તપાસ કરતા આગળની કેટલીક હરોળમાં જણાવ્યા મુજબનો માલ હતો પરંતુ તેની પાછળ મેક અપ ફાઉન્ડેશન, જેવા વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છુપાયેલા મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...