હાઇકોર્ટના આદેશ બાદ AMCની કાર્યવાહી:સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડતાં 32 ઉદ્યોગોની ડ્રેનેજ લાઈન કાપી નખાઈ

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

સાબરમતીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં અમદાવાદની કેટલીક કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવતી હોવાની રજૂઆત પછી હાઇકોર્ટે આ એકમો સામે પગલાં લેવા મ્યુનિ.ને કરેલા આદેશ બાદ સોમવારે 32 ઈન્ડસ્ટ્રીઝની ડ્રેનેજ લાઈન કાપી નખાઈ હતી. મ્યુનિ. હદ વિસ્તારમાં કુલ 14 એસ.ટી.પી. કાર્યરત છે જેમાં નદીની પૂર્વ બાજુએ આવેલા એસ.ટી.પી.માં મર્યાદાથી પણ ઘણા વધારે પાણીની આવક થઈ રહી છે.

શનિવારે ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ. ની ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિ. દ્વારા પોતાની યુટિલિટીના મેન્ટેનન્સ માટે તાકીદે ડ્રેનેજ લાઈનોમાં કરેલ ગેરકાયદેસ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરી હતી. સાબરમતીમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદુષિત પાણી મામલે થયેલી સુઓમોટો અરજીમાં જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે નિષ્ણાતોની કમિટી દ્વારા રજૂ કરેલા રિપોર્ટ મુજબ જે ઉધોગો પ્રદૂષણ ફેલાવે છે તેમના પાણી, વીજળીના કનેકશન કાપી નાખવા સરકારને, જીપીસીબી અને કોર્પોરેશનને મંજૂરી આપી હતી.

આ એકમો સામે પગલાં લેવાયાં

 • હેવમોર આઈસ્ક્રીમ, નરોડા
 • ગોપી એલ્યુમિનિયમ, નરોડા
 • શ્રીનાથ પેકેજીંગ, નરોડા
 • હિતેષ એન્ટરપ્રાઈઝ, નરોડા
 • અનિલ સ્ટાર્ચ મિલ, ઈન્ડિયા કોલોની
 • યુનાઈટેડ ઈન્ડ., ઈન્ડિયા કોલોની
 • પરફેક્ટ એન્જિનિયરિંગ, દાણીલીમડા
 • એમ.કે. એન્જિનિયરિંગ, દાણીલીમડા
 • હાજી પ્રિન્ટ આઉટ, દાણીલીમડા
 • હાઈવે કોમર્શિયલ સેન્ટર, દાણીલીમડા
 • અલકા બેરલ કંપની, દાણીલીમડા
 • અમીના સલીમ મસ્કતી, ઈસનપુર
 • ગ્લોબલ એન્ટરપ્રાઈઝ, ઈસનપુર
 • કેદાર ઈન્ડસ્ટ્રીઝ, લાંભા
 • શ્રીનાથ એસ્ટેટ, લાંભા
 • અર્ચના એન્ટરપ્રાઈઝ, લાંભા
 • હાઈ-કલરપ્રોસેસ, બહેરામપુરા
 • જી ક્રિએશન, બહેરામપુરા
 • હિના સ્ક્રીન પ્રિન્ટ, બહેરામપુરા
 • સનરાઈઝ સ્ક્રીન પ્રિન્ટ, બહેરામપુરા
 • જય ખોડિયાર એસ્ટેટ, ઈન્દ્રપુરી
 • ગુજરાત એસ્ટેટ, ઈન્દ્રપુરી
 • લાઈનો મેટ્રિક, સરદારનગર
 • ઈન્ક એનોન, સૈજપુર
 • લા ગજ્જર, અમરાઈવાડી
 • મુક્તિધામ એસ્ટેટ, વિરાટનગર
 • સરદાર પટેલ એસ્ટેટ, ગોમતીપુર
 • ઓઢવ જીઆઈડીસી, ઓઢવ
 • રાજ ગોપાલ એસ્ટેટ, શાહપુર
 • ચિનાઈબાગ એસ્ટેટ, શાહપુર
 • પુનમાજી એસ્ટેટ, શાહપુર
અન્ય સમાચારો પણ છે...