• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Drainage Connections Of Industrial Units Discharging Effluent Into River Cut Off In Municipal Corporation Action Following High Court Order

ટકોર બાદ કામ શરૂ:હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં, નદીમાં ગંદુ પાણી ઠાલવતા ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શન કાપ્યાં

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે ગુજરાત હાઇકોર્ટે નદીમાં ગંદુ પાણી ઠાલવતા ઔદ્યોગિક એકમો સામે કડક પગલાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યા બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શન કાપી રહી છે. હાઇકોર્ટની ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી કુલ 85 જેટલા ડ્રેનેજ લાઈનોમાં કરેલા ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 38 કનેક્શન કાપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતાના અધિકારીઓ અને GPCBની મીલીભગતથઈ ગયો ઔદ્યોગિક એકમો નદીને પ્રદુષિત કરતા હતા જો કે હવે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કનેક્શન કાપવાની ફરજો પડી છે.

અમદાવાદ શહેરમાં કુલ 14 એસ.ટી.પી.કાર્યરત
મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ અમદાવાદ શહેરમાં કુલ 14 એસ.ટી.પી. કાર્યરત છે જેમાં નદીની પુર્વ બાજુએ આવેલા એસ.ટી.પી.માં આવતાં સુએજના પેરામીટર્સ ડિઝાઇન લીમીટ કરતાં ઘણા વધારે જોવા મળે છે. જેનું મુખ્ય કારણ સુએજ લાઇનોમાં આવતું ઇન્ડસ્ટ્રીટલ એફલુઅન્ટ છે. અમદાવાદ શહેરમાં મુખ્ય ચાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નરોડા, વટવા , ઓઢવ અને નારોલ આવેલ છે પરંતુ આ ઉપરાંત શહેરના ઉત્તર, પુર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાનાં-નાનાં ઘણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલાં છે. મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એફલુઅન્ટ માટે CETP બનાવેલા છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરગથ્થુ ગંદા પાણી (Domestic Sewage) ના શુદ્ધિકરણ માટે બનાવેલા છે પરંતુ કોર્પોરેશનની સીવેજ લાઇનોમાં ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો મારફતે ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ઠલવાતાં હોવાથી એસ.ટી.પી ના ડોમેસ્ટીક સીવેજના ડિઝાઇન ઇનલેટ પેરામીટર જળવાતાં નથી.

જેના કારણે પ્લાન્ટની માઇક્રોબયલ પ્રોસેસમાં બેકટેરીયલ ડેવલોપમેન્ટમાં હાનિ પહોંચતી હોવાથી આઉટલેટ પેરામીટર GPCB નાં નોર્મ્સ અનુસાર જળવાતાં નથી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટના કારણે એસ.ટી.પી.ની મશીનરીને પણ નુકસાન થતું રહે છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ કોર્પોરેશનએ યુટીલીટીના મેન્ટેનન્સ માટે તાકીદે ડ્રેનેજ લાઇનોમાં કરેલ ગેરકાયદેસર જોડાણો કાપવાની કામગીરી કરવાની શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...