શ્રાવણમાં ભક્તિ:આજે સોમવતી અમાસ અને શ્રાવણના સોમવારનો અનોખો સંયોગ, મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ડ્રેગન ફ્રૂટનો મનોરથ ધરાવાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન સ્વામિનારાયણને ડ્રેગન ફ્રૂ઼ટનો મનોરથ ધરાવાયો - Divya Bhaskar
ભગવાન સ્વામિનારાયણને ડ્રેગન ફ્રૂ઼ટનો મનોરથ ધરાવાયો
  • સોમવતી અમાસના દિવસે તીર્થ સ્થાન કરવાથી ક્યારેય નષ્ય ન થતું પુણ્ય મળે છે
  • સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ડ્રેગન ફ્રૂટનો કલાત્મક સજાવટ કરવામાં આવ્યો

આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનું ઘણું મહત્ત્વ છે. શ્રાવણ માસ એ ભગવાનની વિશેષ ભક્તિ કરવાનો માસ છે. આ વખતે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો અને સોમવારે જ શ્રાવણ માસની પૂર્ણાહુતિનો સંયોગ સર્જાયો છે. વળી, એમાં પણ આજે અમાસ છે. શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહેવામાં આવે છે. વળી, એમાં પણ સુયોગ કે આજે સોમવતી અમાસ છે. સોમવતી અમાસના દિવસે તીર્થ સ્નાન કરવાથી ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય મળે છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આ દિવસનું મહત્વ સમજાવતાં કહ્યું કે, આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય સમૃદ્ધ, સ્વસ્થ અને બધા દુઃખથી મુક્ત થઇ જશે. એવું પણ માનવામાં આવે છે કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થઇ જાય છે.

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર -અમદાવાદ ખાતે સ્વામિનારાયણબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભક્તિભાવથી ડ્રેગન ફ્રૂટનો મનોરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણબાપા સમક્ષ ડ્રેગન ફ્રૂટનો કલાત્મક સજાવટ કરવામાં આવ્યો હતો. આ સાથે "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ" ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ થઈ.

ડ્રેગન ફ્રૂટમાં 70થી 80 ટકા જેટલો પલ્પ હોય છે
ડ્રેગન ફ્રૂટમાં 70થી 80 ટકા જેટલો પલ્પ હોય છે

ડ્રેગન ફ્રૂટમાં 70 થી 80% જેટલો પલ્પ હોય છે, જે ફક્ત તે જ ખાધ ભાગ છે. ઘણા બધા ચિકિત્સકોનું કહેવું છે કે, તે ડાયાબિટીસ અટકાવે છે, શરીરના ઝેરી દ્રવ્યો ઓછા કરે છે તેમજ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. તેમાં વિટામિન સી, એન્ટિઓક્સિડંટ, ફાઇબર, અને કેલ્શિયમ ભરપૂર હોય છે. લાલ અને ગુલાબી ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કુદરતી રંગો બનાવવામાં પણ કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ ડેન્ગ્યુ તાવમાં રામબાણ ઔષધી છે. ત્વચા માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે.

શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ" ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ
શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ" ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ

મણિનગર, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો-ભક્તોએ સાથે મળીને આજે ડ્રેગન ફ્રૂટના મનોરથનું સુદર્શન કર્યું છે. પ્રદર્શન નહિ; ભક્તિનાં પ્રદર્શન હોતા નથી પરંતુ ભકિતનાં તો દર્શન હોય છે. જેમાં ડ્રેગન ફ્રૂટનો કલાત્મક મનોરમ્ય શણગાર કરવામાં આવ્યો છે. તેનું દર્શન સહુ ભક્તો પ્રેમથી, લાગણીથી કરે અને તેનાં દર્શનથી આધ્યાત્મિક આનંદ મળે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા - માર્ગદર્શન સહ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના સમક્ષ સંતોએ ભક્તિ ભાવથી ડ્રેગન ફ્રૂટ કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં.