તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વર્ષ 2021-22 માટે AMTSએ 523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, લાલ દરવાજાના બસ ટર્મિનસને હેરિટેજ થીમ પર રીડિઝાઈન કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની ફાઈલ તસવીર - Divya Bhaskar
એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની ફાઈલ તસવીર
  • સામાન્ય દિવસોમાં એ.એમ.ટી.એસ રસ્તા પર કુલ 700 જેટલી બસો દોડાવશે
  • કોરોનાના કારણે વર્ષ 2020-21માં 131.38 કરોડના અંદાજ સામે માત્ર રૂ.35 કરોડની જ આવક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એ.એમ.ટી.એસએ વર્ષ 2021-22 માટે વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જે મુજબ 2021-22ના વર્ષ માટે કુલ 523.73 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરાયું છે, જે ગત વર્ષે 503.20 કરોડનું હતું. ડ્રાફ્ટ બજેટમાં કુલ રેવન્યુ બજેટ 506 કરોડ રૂપિયાનું અને કુલ કેપીટલ બજેટ 17.73 કરોડ રૂપિયાનું રહેશે. ડ્રાફ્ટ બજેટની અન્ય જાહેરાતો મુજબ, સામાન્ય દિવસોમાં એ.એમ.ટી.એસ રસ્તા પર કુલ 700 જેટલી બસો દોડાવશે. તહેવારો તથા રવિવારે પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાથી ઓછી બસોનું સંચાલન કરાશે.

નવી 150 મીડી નોન એસી બસો દોડાવાશે
હાલમાં કુલ 758 બસો પૈકી એ.એમ.ટી.એસની બસોની સંખ્યા 50 તથા ખાનગી સંચાલકોની બસોની સંખ્યા 708 રહેશે. ઉપરાંત સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા હેઠળ પ્રાઈવેટ ઓપરેટરો પાસેથી મેળવીને નવી 150 મીડી નોન એસી બસો દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ શહેરનો વિસ્તાર વધતો હોવાથી શહેરના આઉટર રીંગ રોડ પર સર્વે કરીને સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટ ચાલું કરવાનો વિચાર છે.

પાલડી બસ ટર્મિનસની ફાઈલ તસવીર
પાલડી બસ ટર્મિનસની ફાઈલ તસવીર

લાલ દરવાજાના બસ ટર્મિનસનું નવીનિકરણ કરાશે
અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા લાલ દરવાજાના બસ ટર્મિનસનું રીડિઝાઈન કરીને હેરિટેજ લૂક મુજબ નવિનીકરણની કામગીરી કરવાનું આયોજન છે. તથા જે વિસ્તારોમાં એ.એમ.ટી.એસની બસો પહોંચી નથી તેનો વ્યાપ વધારવાની કામગીરી પણ કરવામાં આવશે.

2020-21માં માત્ર 35 કરોડની આવક થઈ
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને કારણે વર્ષ 2020-21માં એ.એમ.ટી.એસની આવક ઉપર ખૂબ જ માઠી અસર પડી હતી. જેમાં વર્ષ દરમિયાન 131.38 કરોડની આવકના અંદાજની સામે માર્ચ 2021 સુધીમાં માત્ર 35 કરોડ રૂપિયાની જ આવક થઈ હતી. કોરોનાની મહામારી દરમિયાન એ.એમ.ટી.એસની બસોને ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર જેવા કોરોના વોરિયરની સેવા માટે દોડાવવામાં આવી હતી. ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોને અમદાવાદ શહેરના જુદા જુદા સ્થળેથી બેસાડી રેલવે સ્ટેશન તથા એસ.ટી સ્ટેન્ડ સુધી પહોંચાડવાની કામગીરી વિના મુલ્યે પૂરી પાડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો