તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Dr. Who Examined The Bill Of AMC Operated Kovid Hospital. Filed A Complaint Against Naresh Malhotra For Soliciting A Bribe Of Rs 1.5 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીના બિલ પાસ કરાવવા મ્યુનિસિપલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી 15 લાખની લાંચ માંગનારા ડોકટર સામે ફરિયાદ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડોક્ટર નરેશ મલ્હોત્રા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડોક્ટર નરેશ મલ્હોત્રા - ફાઇલ તસવીર
 • હેલ્થ ઓફિસર વતી ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડો. નરેશ મલ્હોત્રાએ પૈસા માગતા ACBને ફરિયાદ
 • અગાઉ પીપીઈ કિટ કચરા ગાડીમાં નાખવા બદલ ડો. મલ્હોત્રાને 5 લાખનો દંડ થયો હતો

કોરોનાના પેશન્ટોને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા છે. તે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીએ ફાઈલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે. અગાઉ સીમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા પેશન્ટોના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવા બાકી હતા. તે બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા (15 લાખ)ની લાંચની માંગણી કરનાર ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

બિલની રકમના 10 ટકા લાંચ માગી
સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનારા પેશન્ટોના જુલાઈ મહિનાના રૂ.1.50 કરોડના બિલ ડોક્ટર અરવિંદ પટેલ સમક્ષ મુકવામાં આવ્યા હતા. આ બિલ પાસ કરાવવા માટે ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રાએ અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા માંગ્યા હતા. જો કે પેશન્ટના સગા સબંધી નરેશ મલ્હોત્રાને કમિશન આપવા સંમત ન હતા.

સંચાલક ડોક્ટર વિરુદ્ધ ડિમાન્ડનો કેસ દાખલ કર્યો
જેથી આ અંગે તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીની ટીમે કાગળોની ખરાઈ કરી હતી. જેમાં ખરેખર ડોક્ટર નરેશ મલ્હોત્રાએ બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી 10 ટકા પૈસા માંગ્યા હોવાનું પૂરવાર થયું હતું. જેના આધારે એસીબીએ ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ ડિમાન્ડનો કેસ કર્યો છે. જ્યારે આ કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય એસીબી પીઆઈ સર્જક બારોટ ચલાવી રહ્યા છે.

લોકોના વિરોધ છતાં PPE કિટનો યોગ્ય નિકાલ ન કર્યો
ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલને સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા પીપીઈ કિટ મ્યુનિ.ની કચરા ગાડીમાં નાખી દેતા હતા. તેનો રહીશોએ વિરોધ કર્યો હતો. આ ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં આવતા મ્યુનિ.એ આદિત્ય હોસ્પિટલને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

વીમા કંપનીઓએ આદિત્ય હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી
ડોકટર નરેશ મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલ ખોટી રીતે વીમા પકવવાના રેકેટમાં પણ સંડોવાયેલી હતી. પેશન્ટ દાખલ નહીં હોવા છતાં તેમના મેડિકલ બીલ પાસ કરીને આ કૌભાંડ થતું હતું. ઘણી ખાનગી વીમા કંપનીઓએ ડો. મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી હતી.

ડોકટર અરવિંદ પટેલની સંડોવણી અંગે તપાસ થશે
ડેપ્યુટી મ્યુનિ. હેલ્થ ઓફિસર ડોકટર અરવિંદ પટેલ વતી ડોકટર નરેશ મલ્હોત્રાએ કમિશન માંગ્યુ હોવાની હાલમાં ફરિયાદ થઈ છે. આ કૌભાંડમાં ડોક્ટર અરવિંદ પટેલ સામેલ છે કે નહીં તેની એસીબી તપાસ કરી રહી છે. સમગ્ર કૌભાંડ જુલાઈમાં થયું હતું અને ગુપ્ત તપાસ ચાલતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો