• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dr Rutwij Patel, Who Clashed With Hardik During The Patidar Agitation, Was The First To Welcome Him, BJP Workers supporters Became Enthusiastic.

પહેલાં સામસામે, હવે એકસાથે:પાટીદાર આંદોલન સમયે હાર્દિકને ટક્કર આપનાર ડો.ઋત્વિજ પટેલે જ સૌ પ્રથમ સ્વાગત કર્યું, ભાજપના કાર્યકરો-સમર્થકો ઉત્સાહિત બન્યાં

એક મહિનો પહેલા
  • ભાજપમાં યુવા નેતા તરીકે ગણાતા ઋત્વિજ પટેલના હરીફ બની શકે છે હાર્દિક પટેલ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સામે ટક્કર આપી હતી એવા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિક પટેલે સૌ પ્રથમ હાર્દિક પટેલનું ભાજપના સ્ટેજ પર સ્વાગત કર્યું હતું, તે સમયે હાર્દિક અને ઋત્વિજ બંને એકબીજાનો હાથ પકડી ક્યાંય સુધી સામસામે જોઈ રહ્યા હતા, તે જોઈને ભાજપના કાર્યકરો અને હાર્દિકના સમર્થકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા.

બંને યુવા નેતા એક જ ગામના
પાટીદાર અનામત આંદોલન દરમિયાન યુવા આંદોલનકારી હાર્દિક પટેલને ટક્કર આપવા ભાજપે હાર્દિકના વતન વિરમગામ તાલુકાના ડો.ઋત્વિજ પટેલને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા, પરિણામે સરકારની સાથે રહી ઋત્વિજ પટેલ પણ પાટીદાર આંદોલનને અટકાવવા અને ઠારવા પ્રયાસ કર્યા હતા.

એકસમયે સામ સામે આજે એકસાથે
હવે, હાર્દિક પટેલ ભાજપમાં આવી જતા ભાજપમાં ઋત્વિજ પટેલ બાદ વધુ એક યુવા નેતા બન્યા છે. પરિણામે કહી શકાય કે, અત્યાર સુધી તો ભાજપમાં ઋત્વિજ સામે કોઈ પાટીદાર યુવા હરીફ નહોતો. પરંતુ હવે હાર્દિક હરીફ બની શકે છે. એક સમયે સામ સામે હતા, હવે આ બન્ને યુવા નેતાઓ એક સાથે જોવા મળી શકે છે. જોકે બન્નેના પદ પાર્ટીમાં ઉપર-નીચે થઈ શકે છે. હાર્દિકની ભાજપમાં એન્ટ્રી બન્ને વચ્ચે આંતરિક રસાકસી પણ સર્જી શકે છે. બીજીતરફ બન્ને યુવા નેતાનું વતન એક જ છે. બન્ને મૂળ વિરમગામના છે.

મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું
હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે દરેક માણસની આકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ.જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતા કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ભાજપને ગાળો આપી, હવે ઘરનો દીકરો મા-બાપ પાસે માગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માગણી કરે છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને.

17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...