તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી જવાબદારી:ડો.રાકેશ જોશી બન્યા અમદાવાદ સિવિલના નવા સુપરિટેન્ડન્ટ, કોરોનામાં નવી કિડની હોસ્પિટલમાં ઉત્તમ કામ કર્યુ હતું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં વિવાદિત રહેલા સુપરિટેન્ડન્ટ જે.વી મોદીનું રાજીનામુ સ્વીકારી લેવાયું છે. હવે સિવિલ સુપરિટેન્ડન્ટનો ચાર્જ સિનિયર ચાઈલ્ડ સર્જન ડોકટર રાકેશ જોશીને સોંપવામાં આવ્યો છે. કોરોનાનાં સમયમાં મજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. જ્યાં ઉત્તમ કામ કરવા માટે ડોક્ટર રાકેશ જોશીના ખૂબ વખાણ છે કે ગાંધીનગર સુધી થયા હતા.

કોરોનાનાં સમયમાં સિવિલ હોસ્પિટલમાં અત્યંત દયનીય હાલત થઈ ગઈ હતી, તે સમયે તાત્કાલિન સુપરિટેન્ડન્ટ અનેક વખત ફોન ઉઠવાની તસ્દી પણ લેતા ન હતા અને તેમના ફોન અન્ય લોકો રિસીવ કરીને જવાબ આપી દેતા હતા. ત્યારે આ સિવાય પણ વિવાદમાં આવ્યા બાદ અંગત કારણોસર ડોકટર જે.વી મોદીએ રાજીનામુ આપી દિધુ હતું અને હવે તે રાજીનામુ સ્વીકારી લેવામાં પણ આવ્યું છે.

હવે ડોકટર રાકેશ જોશી જેઓ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ચાઈલ્ડ સર્જન છે તેમને સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ બીજા કેટલાક ડોકટર પણ રાજીનામાં અગાઉ આપ્યા હતા જે હવે સ્વીકારી લેવાય છે. સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ બદલાય બાદ જોર સોરથી એક ટોળકી આતર કલહની વતોની હવા બનાવી રહી છે પણ આ હવા ગમે ત્યારે હટી જશે અને કેટલાક ચોકસ તત્વો ફરી ખોટા સાબિત થશે તેવો માહોલ ગાંધીનગરથી બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...