તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષાધિકાર ભંગની ફરિયાદ:ઈમરાન ખેડાવાલાને ડો. રાજીવ કુમાર ગુપ્તાએ સોશિયલ મીડિયામાં બ્લોક કર્યા, જવાબ ન આપતા MLAએ વિશેષાધિકાર ભંગની વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
MLA ખેડાવાલા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની ભલામણ માટે ફોન કરતા હોવાછતાં ડો.ગુપ્તા  ફોન ન ઉપાડતા હોવાનો આરોપ - Divya Bhaskar
MLA ખેડાવાલા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની ભલામણ માટે ફોન કરતા હોવાછતાં ડો.ગુપ્તા ફોન ન ઉપાડતા હોવાનો આરોપ
  • ડો. રાજીવ કુમાર ગુપ્તા ક્યારેય પ્રજાના પ્રતિનિધિના ટેલિફોન ઉપાડતા નથી , મેસેજના જવાબ આપતા નથી: ઈમરાન ખેડાવાલા

અમદાવાદમાં કોરોનાનો કહેર છે અને રોજેરોજ ૩૦૦થી વધારે નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે આકડાની માયાજાળ અને લોકોના પ્રશ્નોના જવાબ માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને આઈએએસ અધિકારી ડો. રાજીવ ગુપ્તા સામે લોકોના પ્રશ્નોના જવાબ ન આપવા અને ધારાસભ્યનો સોશિયલ મીડિયામાં બ્લોક કરતા વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને વિશેષાધિકાર ભંગની લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

સાચું બોલવા માટે ખેડાવાલાએ ગુપ્તાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ AMCના અધિકારીઓ પર આંકડા છુપાવવાનો આક્ષેપ કરીને ખાસ ફરજ પરના અધિકારી એવા ડૉ.રાજીવ ગુપ્તાને નિશાને લઈને સોશિયલ મીડિાયમાં પોસ્ટ કરી હતી કે, ડૉ.રાજીવ ગુપ્તા સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાંખો અને સાચું બોલો એવી અપેક્ષા. આ પોસ્ટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ ટેગ કરાયા હતા. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોસ્ટ બાદ ડૉ.રાજીવ ગુપ્તાએ તેમને બ્લોક કરી દીધા હતા.

ખેડાવાલાએ પત્ર લખીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ડો. ગુપ્તા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા વિનંતી કરી છે
ખેડાવાલાએ પત્ર લખીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ડો. ગુપ્તા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા વિનંતી કરી છે

અમદાવાદમાં લાખો રૂપિયા આપવા છતાં અમીરોને બેડ ન મળતા હોવાનો આક્ષેપ
વિધાસનભા અધ્યક્ષને ઉદ્દેશીને ઈમરાન ખેડાવાલાએ વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરી છે. તેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કોરોના મહામારીમાં અમદાવાદમાં કેસોની સંખ્યા ખૂબ વધી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા, પથારીઓ મળતી નથી. ખાનગી હોસ્પિટલોમાં પણ લાખો રૂપિયાની ફી આપ્યા બાદ કોવિડની પથારી ઉપલબ્ધ નથી. સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના મૃતદેહોની અંતિમવિધિ કરવામાં પણ મલાજો જળવાતો નથી. એમ્બ્યુલન્સ વાનમાં એકથી વધારે મૃતદેહોને સ્મશાને લઈ જવામાં આવી રહ્યા છે. કોરોના મૃતકોની અંતિમ વિધિમાં સ્મશાન અને સરકારના જાહેર કરાતાં આંકડામાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે.

આ પણ વાંચો, MLAએ સોશિયલ મીડિયામાં લખ્યું , ડૉ.રાજીવ ગુપ્તા સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાંખો અને સાચું બોલો, ગુપ્તાએ ખેડાવાલાને બ્લોક કર્યાં

ડો. ગુપ્તા ટેલિફોન ઉપાડતા નથી કે મેસેજનો જવાબ આપતા નથી: ખેડાવાલા
પત્રમાં ખેડાવાલાએ લખ્યું છે કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકો તેમને પાસે કોરોના મહામારીમાં સારવારને લગતી લેખિત, મૌખિક કે ટેલિફોનિક રજૂઆત કરે છે. જેથી લોકોને સારવાર મળે તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે અધિકારીઓને ટેલિફોનિક કે મેસેજ કરીને ભલામણ કરીએ છીએ. વન વિભાગના મુખ્ય અધિક સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ ગુપ્તાને ટેલિફોન કરીને કોરોના દર્દીઓને સારવાર અને અન્ય પ્રશ્નોના જલ્દી નિકાલ થાય કે વહીવટમાં અનુકૂળતા રહે તે માટે ધ્યાન દોરીને વિનંતી કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઉચ્ચ સનદી અધિકારી ક્યારેય પ્રજાના પ્રતિનિધિના ટેલિફોન ઉપાડતા નથી તેથી સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવ ગુપ્તાને અને સરકારના વિભાગોને રજૂઆત કરીને ધ્યાન દોરીને વિનંતી કરવાનો પ્રયાસ કરીએ તો આ સનદી અધિકારી ક્યારેય પ્રજાના પ્રતિનિધિને ટેલિફોન ઉપાડતા નથી કે મેસેજનો જવાબ પણ આપતા નથી .

ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાકાળમાં પ્રજા વચ્ચે ઊભા રહ્યા હતા અને સંક્રમિત પણ થયા હતા
ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાકાળમાં પ્રજા વચ્ચે ઊભા રહ્યા હતા અને સંક્રમિત પણ થયા હતા

ધારાસભ્ય તરીકેના વિશેષાધિકારોનો ભંગ કરાયો હોવાની પત્રમાં ફરિયાદ
આવી રીતે ક્યારેય જવાબ ન આપતા હોવાથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ડો. રાજીવ ગુપ્તા અને સરકારના વિભાગનું ધ્યાન અમે તેમને અનુકૂળ ન હોય તેવું કોઈ ધ્યાન દોરી ન શકીએ તેમજ તેની સોશિયલ મીડિયાની હરકતો જોઈ ન શકીએ. તેના એકાઉન્ટમાં કેવા અને કોના ફોટો રાખ્યા છે તેની ટિપ્પણી કરવી નથી પરંતુ ધારાસભ્ય તરીકે સનદી અધિકારી પ્રોટોકોલ મુજબ યોગ્ય સમયે ફોન ઉઠાવીને જવાબ ન આપી શકે તો અનુકૂળતાએ પરત ફોન કરવાની આશા આવા અધિકારીઓ પાસેથી રાખવાની તો દૂર પણ ક્યારેય ફોન ઉપાડવા નહીં. મેસેજના જવાબ આપવા નહીં. નાગરિકોને પડતી મુશ્કેલીઓ કે ફરિયાદોનું નિરાકરણ લાવવા બદલ સોશિયલ એકાઉન્ટ બ્લોક કરીને ધારાસભ્ય તરીકે મને મળેલા વિશેષ| અધિકારોનો ભંગ કરીને મારું અપમાન કરીને મારું અપમાન કરેલું છે. તેથી તેમની સામે ગુજરાત વિધાનસભાના નિયમ 249 મુજબ વિશેષાધિકાર ભંગનો મુદ્દા ઉપસ્થિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરું છું.

અધિકારીઓને ધારાસભ્યોને સમયમર્યાદામાં જવાબ આપવાના આદેશો છે
પત્રમાં વધુમાં ઉમેર્યું હતું કે , રાજ્ય સરકારમાં ફરજ બજાવતા ઉચ્ચ સનદી અધિકારીઓ ધારાસભ્યોના પત્રોના કે ટેલિફોનના જવાબો ન આપતા હોવાની ફરિયાદનો કે ચર્ચા વિધાનસભા ગૃહમાં થયેલી છે ત્યારે આફ અને આપના પુરોગામી માનનીય અધ્યક્ષોએ પણ ધારાસભ્યોનું માન જળવાઈ તેમના પત્રોના જવાબો મળે, ફોન, મોબાઈલ અન્ય સંદેશાઓના યોગ્ય જવાબો સમયમર્યાદામાં મળે તેવા આધેશો પણ આપેલા છે. આ ફરિયાદમાં કોઈ વ્યક્તિગત કામ કે સમસ્યા માટે કોઈ વિનંતી નથી હોતી, પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઈ તકલીફ હોઈ હાલમાં મહામારી ચાલી રહી છે ત્યારે સવિશેષ જવાબદારી બનતી હોય છે. આથી આ બાબતને ગંભીરતાથી લઈને આપને વિશેષાધિકાર ભંગ બદલ યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી આદેશ કરશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો