વેરાવળના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા મામલે હાઈકોર્ટમાં પોલીસ સામે અરજી કરવામાં આવી છે. ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા સામે પોલીસ કોઈ તપાસ નહિ કરતી હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. અરજીમાં જણાવાયું છે કે, પોલીસ આ કેસમાં એફઆઈઆર નોંધતી નથી, જવાબદાર સાંસદ સામે કોઈ પગલાં પણ લેતી નથી.
આ અરજી પર આવતા સપ્તાહે સુનાવણી યોજાશે. ડૉ. અતુલ ચગના પુત્રે અરજીમાં રજૂઆત કરી છે કે, તેમના પિતાએ સાંસદ રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરવો પડ્યો છે. તેમણે લખેલી સુસાઇડ નોટમાં પણ તેમના કરોડો રૂપિયા ફસાયા હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની જમાવ્યું છે. પોલીસે સાંસદ અને અન્ય રાજકીય દબાણમાં આવીને ફરિયાદ લીધી નથી. સુપ્રીમ કોર્ટે બહાર પડેલી માર્ગદર્શિકા પોલીસ ભંગ કરી રહી છે. અતુલ ચગે 2008થી રાજેશ અને નારણને 1.75 કરોડ આપ્યા હતા, જે બંને પાછા આપતા નહોતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.