અમદાવાદ શહેરનો યુવા ઉમેદવાર ચહેરો:ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં દીકરી ડો. પાયલ કુકરાણી ‘વિકાસ’નો ઈલાજ કરશે, કહ્યું- ડોક્ટર તરીકે સેવા કરી, હવે નેતા બની કરીશ

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 10 નવેમ્બરે 160 બેઠકોની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પરથી હાલના ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. તેના સ્થાને યુવા અને શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટરના પુત્રી ડો. પાયલ કુકરાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વ્યવસાયે ડોક્ટર એવા માત્ર 30 વર્ષીય પાયલ કુકરાણી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેને હું આગળ ધપાવીશ અને ડોક્ટર અને નેતાનો એક જ રોલ હોય છે. સમાજની સેવા કરવાનો અને તેનો મને મોકો આપવામાં આવ્યો છે તેના પર હું ખરી ઉતરીશ.

નરોડાને વિકાસ તરફ આગળ વધારશે
ડો. પાયલ કુકરાણી જણાવ્યું હતું કે, નરોડા વિધાનસભા માટે ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ ત્યારે મને ખૂબ જ ખુશી થઈ છે. મારો મુખ્ય મુદ્દો વિકાસનો રહેશે. વિસ્તારમાં જ્યાં પણ વિકાસ બાકી રહી ગયો છે, ત્યાં અમે કરીશું અને વિસ્તારને વિકાસની તરફ આગળ વધારીશું. પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેના ઉપર હું ખરી ઉતરી અને નિષ્ઠાપૂર્વક કામ કરીશ.

પરિવાર વર્ષો સંઘ અને ભાજપ સાથે સંકળાયેલો છે
એક યુવા અને શિક્ષિત મહિલાને ત્યારે ઉમેદવાર તરીકે મામલે તેઓએ જણાવ્યું હતું કે, ઉમેદવારે તરીકે જ્યારે મારી ઉપર ભરોસો મૂક્યો છે, તેને હું નિભાવીશ. એક ડોક્ટર તરીકે પણ લોકોની સેવા કરવાની હોય છે અને એક નેતા તરીકે પણ લોકોની સેવા કરવાની હોય છે, જેથી હું આ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીશ. મારો પરિવાર વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલો છે. મારા માતા કોર્પોરેટર છે અને જેટલી પણ ચૂંટણી આવી તે મેં જોયેલી છે. મેં તમામ ચૂંટણીઓ અને રેલીઓ જોઈ છે, જેથી મારા માટે આ નવી વાત નથી. પરંતુ આ એક મોટી જવાબદારી છે અને હું તેને ખૂબ જ સારી રીતે આગળ વધારીશ.

વિકાસના કામ હું કરીશ
જનતાના જેટલા પણ પ્રશ્નો બાકી રહી ગયા છે અને વિકાસ કરવાનો છે કે હું કરીશ. ડોક્ટર અને એક નેતા એ બંને સરખી જ બાબત છે ડોક્ટરના વ્યવસાયમાં પણ ઊંઘ થાક બધું જ ભૂલી અને લોકોની સેવા કરવાની હોય છે. જ્યારે નેતામાં પણ બધું જ ભૂલીને અને સમાજની સમસ્યાઓ અને પ્રશ્નો રહ્યા છે તેને દૂર કરવાના હોય છે. મારી માતાના કરેલા કામો અને સંઘ તેમજ ભાજપ પરિવાર સાથે જોડાયેલા છીએ, જેથી તેનો અનુભવ મને ખૂબ જ આગળ કામ આવશે.

પિતા નરોડા વોર્ડના મહામંત્રી અને માતા સૈજપુર બોધના કોર્પોરેટર
ડો. પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ સાથે અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય મુદ્દાઓ પર તેઓ રહી ચૂકેલા છે. તેમના પરિવારમાં માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે. પરિવારમાં એક ભાઈ અને બહેન છે. ડો. પાયલ હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર છે.

અન્ય સમાચારો પણ છે...