આજથી 2 દિવસ ડોક્ટરોનું આંદોલન:BJ મેડિકલના ડો. ઉપાધ્યાયની જોહુકમી સામે રેસિડન્ટ અને જુનિયર ડોક્ટરો OPD, વોર્ડ ડ્યૂટીની કામગીરીથી દૂર રહેશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેડિસિન વિભાગના વડા સામે ગેરવર્તૂણકના આક્ષેપ મૂકી ડોક્ટરોએ અગાઉ પણ હડતાળ પાડી હતી

બી.જે.મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય સામેની ગેરવર્તણૂક બાબતે આવશ્યક કાર્યવાહી બાબતે અનેક પ્રકારની રજૂઆતો કરાઈ છે. જે અંતર્ગત તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાઓ ન ભરાતા જુનિયર ડોક્ટર એસોસિએસનના નેજા હેઠળ રેસિડેન્ટ ડોક્ટર્સ, યુજી સ્ટુડન્ટ, ઈન્ટર્ન ડોક્ટર શુક્રવાર, 18મી ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી સુધી ઓપીડી અને વોર્ડ ડયુટી અળગા રહીને આંદોલન કરવાની જાહેરાત કરી છે. જો 72 કલાક બાદ પણ કોઈ પણ પ્રકારના હકારાત્મક પગલાં લેેવામાં નહી આવે તો 21મી ફેબ્રુઆરી,2022, સોમવારથી તમામ ડયુટીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરવા માટેનો નિર્ણય લીધો છે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બી.જે.મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ત્રણ મહિનાઓથી મેડિસિન વિભાગના વડાને દૂર કરવા માટેની રજૂઆતો કરવામાં આવી છે. જે અંતર્ગત કોલેજ અને આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધી બી જે મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના વડા એવા અધ્યાપક સામે પગલા લેવાયા નથી. 18થી 20 ફેબ્રુઆરી સુધીમાં યુજી સ્ટુડન્ટ અને ઈન્ટર્ન ડોક્ટરોએ પણ ઓપીડી વોર્ડ ડયુટીથી અળગા રહીને વિરોધ પ્રદર્શિત કરવાની જાહેરાત કરવાના છે.

બી.જે.મેડિકલ કોલેજોના રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટર્સના નેજા હેઠળ બી.જે.મેડિકલ કોલેજના ઉચ્ચ સત્તાવાળાઓ, રાજ્ય સરકાર સહિત વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે.

આ માગણી નથી સ્વીકારાઈ

  • જુનિયર ડોકટર્સ એસોસિએસન (જેડીએ)એ જણાવ્યું છે કે, તબીબી વિદ્યાર્થીઓના વિવિધ માગણીઓ સ્વીકારવાની બાંયધરી અપાઈ હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
  • જ્યાં સુધી તપાસ કમિટીની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી મેડિસિન વિભાગના વડાનો ચાર્જ તબીબી અધિક્ષકને આપવામાં આવે.
  • તપાસ રિપોર્ટમાં ડો.કમલેશ ઉપાધ્યાય દોષિત સાબિત થાય તો બરતરફ કરવા.
અન્ય સમાચારો પણ છે...