તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોનું રસીકરણ:​​​​​​​તમારો વારો આવે ત્યારે રસીનો ડોઝ અચૂક લો, ડોક્ટર કેતન દેસાઈ અને તેમના પત્નીએ સિવિલમાં રસીનો બીજો ડોઝ લીધો

અમદાવાદ10 દિવસ પહેલા
 • કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી: કેતન દેસાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ડોક્ટર કેતન દેસાઈ અને તેમના પત્ની ડોક્ટર અલકા દેસાઈએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે. નોંધનીય છે કે, ડોક્ટર કેતન દેસાઈ વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે ડોક્ટર અલકા દેસાઈ જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ હાલમાં બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ કેતન દેસાઈએ જણાવ્યું કે, કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી, તમારો વારો આવે ત્યારે આપણે અચૂક કોરોનાની રસીનો ડોઝ મેળવીને પોતાને સુરક્ષિત કરવા જોઈએ.

IMAના પ્રમુખ સહિતના સિનિયર તબીબો સિવિલમાં ઉપસ્થિત રહ્યા
રસીકરણના બીજા ડોઝ દરમિયાન સિવિલમાં IMAના પ્રમુખ ડૉ.અનિલ નાયક, સોલા સિવિલ હોસ્પિટલના ડીન ડૉ.નિતિન વોરા, જી.સી.એસ હોસ્પિટલના ડીન ડૉ.વાય.એસ.મોદી, રાજકોટ શહેરના તબીબ ડોક્ટર ભાવિન કોઠારી તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્યો, ગુજરાત યુનિવર્સિટીની ફેકલ્ટી ડોક્ટર મહેશ પટેલ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદી બંને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી મહિલા અને બાળ રોગ મલ્ટી સ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. 1200 બેડ હોસ્પિટલને મહિલાઓ અને બાળકોની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા વિધિવત રીતે આરંભ કરાવવામાં આવ્યો છે. 316 દિવસમાં પહેલીવાર સિવિલમાં એકપણ કોરોનાનો દર્દી વેન્ટીલેટર પર નથી. હાલમાં અહીં 32 કોરોનાના દર્દીઓ દાખલ છે જે તમામ નોર્મલ છે.

IMAના પ્રમુખ સહિતના સિનિયર તબીબો સિવિલમાં ઉપસ્થિત રહ્યા
IMAના પ્રમુખ સહિતના સિનિયર તબીબો સિવિલમાં ઉપસ્થિત રહ્યા

હોસ્પિટલને સેનેટાઇઝ અન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકાઈ
હવેથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવતી મહિલાઓ અને બાળકો નિર્ભિકપણે ફરીથી 1200 બેડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે. 1200 બેડ હોસ્પિટલને સંપૂર્ણપણે જંતુરહીત, ઇન્ફેક્શનમુક્ત કરવા સેનેટાઇઝ કરી સાફ-સફાઇ કરાવીને સામાન્ય દર્દીઓની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, કોરોના મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી હતી.

સિવિલમાં પહેલો કોરોના દર્દી 19 માર્ચે આવ્યો હતો
19મી માર્ચ 2020ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જે દર્દીને સિવિલ હોસ્પિટલના ડી-9 આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. દર્દીની સંખ્યામાં વધારો થતા 7મી એપ્રિલ 2020ના રોજ 1200 બેડ હોસ્પિટલ કોરોના ડેઝીગન્ટેડ હોસ્પિટલ રૂપાંતરીત કરીને દર્દીઓની સેવા-શુશ્રુષામાં કાર્યરત કરાવવામાં આવી હતી.

ડોક્ટર કેતન દેસાઈ વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે
ડોક્ટર કેતન દેસાઈ વર્લ્ડ મેડિકલ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે

200 બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રહેશે
કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 70 હજારથી વધુ દર્દીઓએ સારવાર મેળવી હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ.જે.વી.મોદીએ જણાવી વધુમાં ઉમેર્યુ કે કોરોનાગ્રસ્ત દર્દીઓ 1200 બેડ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતી જોતા 1200 બેડ હોસ્પિટલને પુન: કાર્યરત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ 1200 બેડ હોસ્પિટલમાં 200 જેટલા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદા રાખીને અન્ય ભાગને મહિલાઓ અને બાળરોગની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો