ઉજવણી:ગુજરાત યુનિવર્સિટીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ તેની તસવીર - Divya Bhaskar
બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ તેની તસવીર
  • -ડો. બાબા આંબેડકરના જીવન અને કવન ઉપર પ્રકાશિત વિવિધ 75થી વધુ ગ્રંથોનું પ્રદર્શન ખુલ્લું મૂકાયું

ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય ખાતે માનનીય કુલપતિશ્રી પ્રોફે. ડો.હિમાંશુ પંડ્યા સાહેબ, માનનીય કુલસચિવ ડો. પી. એમ પટેલ સાહેબ સહિત ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ચેરના કો ઓર્ડિનેટર ડો. ભરત મૈત્રેય ,કા. યુનિવર્સિટી ગ્રંથપાલ ડો. યોગેશ પારેખ સહિત અધ્યાપકો અધિકારીઓ સહિત વહીવટી કર્મચારીઓએ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ઇન્ડિયા @75 વર્ષની ઉજવણી અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે તેમના જીવન અને કવન ઉપર પ્રકાશિત વિવિધ 75થી વધુ ગ્રંથોનું પ્રદર્શન કુલપતિ પ્રોફે ડો. હિમાંશુ પંડ્યાની ઉપસ્થિતિમાં યુવા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓના હસ્તે ખુલ્લું રાખવામાં આવેલ હતું.

બાબા સાહેબ પર લખાયેલા ગ્રંથોનું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું
બાબા સાહેબ પર લખાયેલા ગ્રંથોનું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું

આ સાથે જ 75 દિપ પ્રાગટય સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. તેમજ યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ડો.આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતું. આ પ્રસંગે કા. યુનિવર્સિટી ગ્રંથપાલ ડો. યોગેશ પારેખ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ચેર ગુજરાત યુનિવર્સીટીના કો.ઓર્ડિનેટર ડો. ભરત મૈત્રેય સહિત અધ્યાપકો વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...