પુસ્તક વિમોચન:ડૉ. આત્મન પરમારની ‘હેલો! ધીસ ઈઝ મની સ્પીકિંગ’ પુસ્તકનું વિમોચન થયું

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મની કોન્શિયસનેસ અને સબકોન્શિયસ માઈન્ડ અને એકબીજા સાથે જોડાયેલા છે. ઉપરોક્ત વાત ‘હેલો! ધીસ ઈઝ મની સ્પીકિંગ’ પુસ્તકના વિમોચન દરમિયાન લેખિકા ડૉ. આત્મન પરમારે કરી હતી. આ પુસ્તક દ્વારા લેખિકા તેમના વાચકોને ભારપૂર્વક ભલામણ કરે છે કે જ્યારે પણ તમે નાણાકીય અવરોધ અનુભવો અથવા નાણાંને લગતા કોઈ પણ પડકાર સ્વરૂપ સ્થિતિમાંથી પસાર થતા હોવ ત્યારે સાચા મનથી આ પુસ્તકનું કોઈ પણ પાનું ખોલો અને વાંચો કે પૈસો તમને શું કહેવા માગે છે.

તમારા આચાર વિચારમાં કયા બદલાવથી એ તમારી પાસે સરળતાથી આવી શકે એની માહિતી પૈસો ખુદ જ તમને જણાવી રહ્યો છે. તમે ખોલેલા પુસ્તકના પાના પર લખેલો એ સંદેશ, તમારી પૈસા માટેની જાગૃતતામાં વધારો કરશે. તમને પડકાર સ્વરૂપ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવશે. વાચક, પોતાના આચાર વિચારમાં બદલાવ લાવીને પૈસાનો માર્ગ પોતાના તરફ મોકળો કરી શકશે. એટલે જ આ પુસ્તકનું નામ છે "હેલો, ધીસ ઇઝ મની સ્પીકિંગ’. ડૉ આત્મને એમની કારકિર્દીની શરૂઆત હોમિયોપેથિક ડૉક્ટર તરીકે કરી હતી. 15 વર્ષ ની સફળ કારકિર્દી પછી, એમણે લોકો ને ‘સેલ્ફ-હીલિંગ’ની કળા શીખવવાનું પસંદ કર્યું. તેમજ આત્મન એ રેડિકલ - જાગૃતિ આત્મ-અનુભૂતિની એક ક્રાંતિકારી પદ્ધતિની શોધ કરી ત્યારે તેમને લોકોની જાગૃતતા વધારવામાં અદભુત સફળતા મળી.

અન્ય સમાચારો પણ છે...