અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ પછી વિવાદમાં આવેલ DPS ઈસ્ટે ખોટા દસ્તાવેજો દ્વારા માન્યતા મેળવી હોવાને કારણે સ્કૂલની માન્યતા રદ થઈ હતી. ત્યારે બાદ સ્કૂલને અમદાવાદ DEOને સોંપીને 31 માર્ચ 2021 સુધી માન્યતા આપવામાં આવી હતી. તેમ છતાં બેરોકટોક સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. વાલી મંડળે આ બાબતે ફરિયાદ કરતાં ફરીથી સ્કૂલ બંધ કરી દેવાઈ હતી. હવે DPS ઈસ્ટ દ્વારા પ્રાથમિક નિયામકની કચેરીમાં અપીલ કરવામાં આવી છે. જેથી આ સ્કૂલને એક જ અઠવાડિયામાં મંજુરી આપવામાં આવશે.
સ્કૂલ તરફથી નવી અરજી કરીને માન્યતા મેળવવા પ્રયત્ન કરાયો
અગાઉ સ્કૂલની માન્યતા રદ કર્યા બાદ સ્કૂલ તરફથી નવી અરજી કરીને માન્યતા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા માન્યતા માટે કરવામાં આવેલી અરજી રદ કરવામાં આવી હતી. જેથી હવે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં અરજી કરવામાં આવી છે. અરજી કર્યાના ત્રણેક મહિના જેટલો સમય વીત્યો છે. છતાં નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ વાલીઓએ ગત અઠવાડિયે જ રજુઆત કરી હતી. જેથી હવે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી અપીલ સંદર્ભે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આગામી અઠવાડિયામાં ફરીથી DPS ઇસ્ટ સ્કૂલ શરૂ થશે
શિક્ષણ વિભાગના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં DPS ઈસ્ટને માન્યતા મળશે.અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નવી માન્યતા માટેની અરજી પણ રદ કરવામાં આવી હતી પરંતુ અત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં છે જેથી તેને એક અઠવાડિયામાં કાગળની પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી આપવામાં આવશે.આગામી અઠવાડિયામાં ફરીથી DPS ઇસ્ટ સ્કૂલ માન્યતા બાદ શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.