• Gujarati News
  • Business
  • Double Growth Of Gujarat Companies In Outsourcing 39% Share Of Service Sector In Total GDP Of The State

ભાસ્કર એક્સક્લૂઝિવ:આઉટસોર્સિંગમાં ગુજરાતની કંપનીઓનો બમણો ગ્રોથ રાજ્યના કુલ GDPમાં સર્વિસ સેક્ટરનો 39 ટકા હિસ્સો

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • અમેરિકા, યુરોપ, યુકે તથા કેનેડાની કંપનીઓને વન સ્ટોપ સોલ્યુશન પુરું પાડી અઢળક કમાણી કરતી ટેક કંપનીઓ
  • ડોલર સામે રૂપિયામાં ખર્ચથી ગુજરાતની આઉટસોર્સિંગ કંપનીઓમાં અમેરિકાનો હિસ્સો 85 ટકાથી વધુ

ગુજરાતીઓ વેપારમાં પાવરધા છે તે કહેવું ખોટું નથી. સમયની સાથે તાલ મીલાવી ક્યા સેક્ટરમાં આવનાર દિવસોમાં કમાણી વધુ થશે તેને ધ્યાનમાં રાખી વેપારને વેગ આપી રહ્યાં છે. ટેક્નોલોજીના યુગમાં હવે વન સ્ટોપ સોલ્યુશન પુરા પાડનારી કંપની જ વીન-વીન સિચ્યુએશનમાં પ્રવેશશે. ટેક્નોલોજીનો ઉપયોગ ભલે વિદેશીઓ ઝડપભેર અપનાવતા હોય પરંતુ ભારત અને તેમાં પણ ગુજરાત પાછળ નથી. અમેરિકા, યુરોપ, યુકે તથા કેનેડાની અનેક કંપનીઓ ભારતની આઇટી, સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી કામ કરાવી રહી છે.

કોર્પોરેટ સેક્ટરમાં અનેક કંપનીઓ વન સ્ટોપ સોલ્યુશન પુરૂ પાડી કમાણીનો માર્ગ મોકળો બનાવ્યો છે. સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતની કંપનીઓ ઝડપભેર આગળ વધી રહી છે. કંપનીઓ એકાઉન્ટીંગ અને ફાયનાન્સ, મેડિકલ બીલીંગ, આઈટી અને એવી ઉપરાંત ફૂડ એન્ડ બેવરેજીસ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ સર્વિસીસ, રિટેઈલ, ઈનડોર સ્પોર્ટીંગ, ફેસિલીટીઝ, ઈ-કોમર્સ, ફ્રેન્ચાઈઝીઝ અને ડ્યુરેબલ્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓ-ઇન્ડસ્ટ્રીઝ ભારતીય કંપનીઓ પાસે કામ કરાવી રહી છે.

ગુજરાતના કુલ 20 લાખ કરોડના જીડીપીમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો 39 ટકા હિસ્સા સાથે 7.5 લાખ કરોડથી વધુનું યોગદાન પૂરૂ પાડી રહી છે. જે રીતે ગુજરાતની કંપનીઓ આઉટસોર્સિંગમાં કામ મેળવી રહી છે તેને ધ્યાનમાં લેતા ગુજરાત સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં હબ બની શકે છે. આ સેક્ટરને વેગ આપવા માટે યુવાઓને IT-ITES સેક્ટરમાં રોજગારી પૂરી પાડવા કંપનીઓ દ્વારા સરકાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીક્સ બિઝનેસ સોલ્યુશન વચ્ચે પાંચ વર્ષના સમયગાળા માટે 250 કરોડના રોકાણથી યુવાઓને IT-ITES સેક્ટરમાં રોજગારીનો અવસર ઉપલબ્ધ થશે. આ સેક્ટરમાં ગુજરાતની કંપનીઓ બમણા ગ્રોથ સાથે આગળ વધી રહી છે. આ સેગમેન્ટમાં ગુજરાતનો હિસ્સો 4-5 ટકા છે જે આગામી ટુંકાગાળામાં 7-8 ટકાને આંબી જશે તેવું અનુમાન છે. ગુજરાતમાં અનેક કંપનીઓ અમેરિકા, યુરોપ, યુકેની કંપનીઓના એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, હાયરિંગ, આઇટી જેવા સોલ્યુસન વાજબી કીંમતના હાઈ ક્વોલિટી સર્વિસીસ પૂરી પાડી રહી છે.

ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન ઉપલબ્ધ કરાવી આપતી કંપનીઓની માગ ઝડપભેર વધી રહી છે. કંપનીઓ વેલ્યુ આધારિત સોલ્યુશન્સમાં વિશેષ નિપુણતા ધરાવતી હોવાથી મલ્ટી-ડિવિઝનલ આઉટ સોર્સિંગ પૂરૂં પાડે છે, જે વિવિધ બિઝનેસને વૃધ્ધિ અને નફાકારકતામાં સહાયરૂપ બની રહી છે.

આઉટસોર્સિંગમાં યુએસ ટોચના સ્થાને, અન્ય દેશોનો હિસ્સો 10-12 %
ગુજરાતની જે કંપનીઓ આઉટસોર્સિંગ કરી રહી છે તેમાં અમેરિકાનો જ હિસ્સો 85 ટકાથી વધુનો રહેલો છે ત્યાર બાદ યુકે, ઓસ્ટ્રેલિયા અને યુરોપનો સમાવેશ થાય છે. આઉટસોર્સિંગ કરી આપતી ગુજરાતની કંપનીઓ એકાઉન્ટીંગ અને ફાયનાન્સ, મેડિકલ બીલીંગ, આઈટી ઉપરાંત ફૂડ એન્ડ બેવરેજીસ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ સર્વિસીસ, રિટેઈલ, ઈ-કોમર્સ, ફ્રેન્ચાઈઝીઝ અને ડ્યુરેબલ મેડિકલ ઈક્વિપમેન્ટસ તથા અન્ય બિઝનેસનો સમાવેશ થાય છે.

ટીયર 2-3માં ઇન્ટિગ્રેટેડ વર્કફોર્સ મેનેજમેન્ટની માગ વધી
ઈન્ટિગ્રેટેડ વર્કફોર્સ મેનેજમેન્ટમાં મેટ્રો શહેરની તુલનાએ ટીયર 2-3માં ઝડભેર માગ વધી છે આ સેગમેન્ટમાં પ્રો અનલિમિટેડ વડોદરા, ગુજરાતમાં 1000થી વધુ કર્મચારીઓને રોજગારીની તક પુરી પાડશે. ભારત, યુરોપ અને અમેરિકામાં લોકેશન્સ સાથે “ફોલો-ધ-સન” મોડલ કેન્દ્રિત છે. આ તમામ લોકેશન્સ એડમિનિસ્ટ્રેટિવ ક્લાયન્ટ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર અનુપાલન, માનવ સંસાધન, સપ્લાયર પાર્ટનરશિપ્સ, હેલ્પડેસ્ક વગેરે માટે વહેંચાયેલ સેવાઓ પૂરા પાડશે.

સેક્ટરમાં 400 કરોડનું રોકાણ આવશે, રોજગારીની વિપુલ તક
ગુજરાત સરકાર દ્વારા નવી આઈટી એન્ડ આઈટી એનેબલ્ડ સર્વિસીઝ નીતિ 2022-2027 ઉદ્યોગોને સાનુકૂળ નીતિ છે અને આઈટી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારનું કેન્દ્રિત વિઝન છે. જેના અનુસંધાને કંપની આગામી 3 વર્ષમાં 400 કરોડનું રોકાણ કરશે. 2024 સુધીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 1,000 સુધીની યોજના છે. - ગૌરાંગ મહેતા, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ-પ્રો અનલિમિટેડ

વિશ્વમાં આઉટસોર્સિંગમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું
સરકાર દ્વારા નાસ્કોમ અને આઇટી કંપનીઓને પ્રાધાન્ય મળતા ભારતની અનેક કંપનીઓ બેકઓફિસ વર્ક મેળવામાં સક્ષમ રહી છે. વિદેશી કંપનીઓ ભારતમાં આઉટસોર્સિંગ કરાવી સરેરાશ ખર્ચમાં 50 ટકા જેટલી બચત કરી રહી છે. - રાજીવ ભાટિયા, પ્રેસિડેન્ટ-કન્ટ્રીહેડ, એનાલિટિક્સ સોલ્યુશન્સ.

અન્ય સમાચારો પણ છે...