વેક્સિન અભિયાન:અમદાવાદમાં વેક્સિનેશન માટે હવે ડોર ટુ ડોર સર્વેલન્સ, બીજો ડોઝ ન લેનાર લોકોનો સર્વે કરી વેક્સિનેશન માટે પ્રયાસ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • 150 ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે હાથ ધરવા માટે વેક્સિન ન લેનાર લોકોને શોધી કાઢ્યા છે

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં રાજ્યમાં કોરોનાના કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના અને તેના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કરી અને કેસો શોધી કાઢ્યા હતા. કોરોનાના કેસોની જેમ હવે જે લોકોએ કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનના બીજો ડોઝ લેવાની યોગ્યતા ધરાવતા હોવા છતાં ડોઝ નથી લીધો. તેઓને શોધી અને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

અત્યારસુધીમાં 30,000 ઘરોનો સર્વે કર્યો
AMCના ઇન્ચાર્જ હેલ્થ અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, 150 ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે હાથ ધરવા માટે એવા લોકોને શોધી કાઢ્યા છે કે, જેમણે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લેવાની યોગ્યતા હોવા છતાં વેક્સિન લીધી નથી. અત્યાર સુધીમાં 30,000 ઘરોનો સર્વે કર્યો છે અને 3,000 વ્યક્તિઓની ઓળખ કરી છે જેઓએ બીજો ડોઝ લીધો નથી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બીજો ડોઝ ન લેનાર લોકોને શોધવા કાઢવા સર્વે શરૂ
અમદાવાદ શહેરના ઓછામાં ઓછા 4 લાખ લોકો કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે યોગ્યતા ધરાવતા હોવા છતાં ડોઝ લીધો નથી વેક્સિનેશન 100 ટકા પૂર્ણ કરવા અને બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને શોધી કાઢવા માટે ડોર-ટુ-ડોર સર્વે શરૂ કર્યો છે. કોમ્પ્યુટરાઈઝડ ડેટા મુજબ જે લોકોએ તારીખ જતી રહી છે તે લોકોની સર્વે કરી રહ્યા છે. સર્વે દરમિયાન આવ ડોઝ ન લેનાર લોકો વિશે અલગથી એન્ટ્રી કરી છે અને તેમને વેક્સિન અપાવવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.

અન્ય સમાચારો પણ છે...