AAPનું મિશન ગુજરાત 2022:કોંગ્રેસને મત આપી વેડફશો નહિ, કોંગ્રેસનો વોટ શેર 13%થી નીચે જશે અને તેમને ચાર-પાંચ બેઠકો મળશે: કેજરીવાલ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ ખરાબ રીતે ભાંગી પડી છે. આજે કોંગ્રેસને કોઈ વોટ નથી આપતું. હવે જો કોઈ કોંગ્રેસનો હાર્ડકોર મતદાર હોય તો તેણે પોતાનો મત કોંગ્રેસને આપીને પોતાનો મત વેડફવો જોઈએ નહીં, આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરી હતી.

ભાજપના કુશાસનથી ખૂબ કંટાળી ગયા
તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બે પ્રકારના મતદારો છે, એક જેમણે કોંગ્રેસને મત આપ્યો કારણ કે તેઓ ભાજપને નફરત કરતા હતા, ભાજપને મત આપવા માંગતા ન હતા, તેઓ ભાજપના 27 વર્ષના કુશાસનથી ખૂબ કંટાળી ગયા હતા. બીજા પ્રકારનો મતદાર એવા છે કે જેઓ ભાજપથી કંટાળી ગયા હતા પરંતુ કોંગ્રેસને વધુ નફરત કરે છે, તેથી તેઓ મજબૂરીમાં ભાજપને મત આપતા હતા. તો તે તમામ લોકો આજે આમ આદમી પાર્ટીને વોટ આપી રહ્યા છે અને કોંગ્રેસના તમામ મતદારો પણ આમ આદમી પાર્ટીને વોટ આપી રહ્યા છે અને જે લોકો 27 વર્ષના કુશાસનથી ખૂબ જ પરેશાન થઈ ચુક્યા છે, તેઓ પણ આજે આમ આદમી પાર્ટીને વોટ આપે છે.

AAP અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો: કેજરીવાલ
મારું અનુમાન છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 13%થી નીચે જશે અને તેમને ચાર-પાંચ બેઠકો મળશે. હું ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આમ આદમી પાર્ટી તમારા બાળકો અને તમારા પરિવાર માટે આશા છે. અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું પ્રદેશના નેતાઓ અને કાર્યકરોએ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...