તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપર એક્સક્લૂસિવ:સાયબર કાઉન્સેલિંગ: 'મારા પપ્પાને ન કહેશો કે મેં જ મારા ન્યૂડ ફોટોઝ મારા ‘X-BF’ને મોકલ્યા હતા'

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
 • સાયબર ક્રાઇમની મહિલા ફોર્સ કાઉન્સેલિંગ કરી પીડિત દીકરીઓ-મહિલાઓને બદનામીના ડરથી ડિપ્રેશનમાં જતી અટકાવે છે
 • અત્યારસુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલી 2200 ટીનેજર્સ-યુવતીઓને સાયબર ક્રાઇમની મહિલા ફોર્સે ઉગારી
 • બુલિંઇંગનો શિકાર ન બને એ માટે મહિલાઓ સોશિયલ મીડિયા પ્રોફાઇલ લોક રાખે-સમયસર અનવોન્ટેડને રિમૂવ કરે: DCP સાયબર ક્રાઇમ

દરેક પરિવારમાં જ્યાં બહેન-દીકરીઓ છે અને જેઓ પોતાના સ્માર્ટ ફોનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમણે અલર્ટ રહેવાની ચોક્કસ જરૂર છે. જો સતર્ક ન રહે તો પળવારમાં સાયબર ક્રાઈમનો ભોગ બની શકે છે. અમદાવાદ શહેરમાં જ સોશિયલ મીડિયામાં અનેક યુવતીઓના ફોટોઝ અને વીડિયો વાઇરલ થાય કે પછી કોઈ ફેક પ્રોફાઇલ બનાવીને બદનામ કરવાની ધમકી આપતા હોય એવી 30 જેટલી અરજીઓ સાયબર ક્રાઈમ વિભાગમાં એક સપ્તાહમાં આવે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સાયબર ક્રાઇમનો ભોગ બની હોય તેવી 2200 જેટલી ટીનએજ છોકરી અને યુવતીઓ-મહિલાઓને કાઉન્સેલિંગની જરૂર પડી છે. આ તમામનું સાયબર ક્રાઇમની મહિલા ફોર્સે કાઉન્સેલિંગ કરીને ફરી સામાન્ય જિંદગી જીવવા માટેની હિંમત આપી છે.

સાયબર ક્રાઈમનો ભોગ બનેલી છોકરીઓ પરિવારથી વાત છુપાવે છે
તાજેતરમાં જ સત્તર વર્ષની એક તરુણીએ કાઉન્સેલિંગ દરમિયાન મહિલા અધિકારીને કહ્યું હતું કે, ‘દીદી, તમે મારા પપ્પાને ના કહેતા કે મેં જ મારા ન્યૂડ ફોટોઝ મારા એક્સ બોયફ્રેન્ડને મોકલ્યા હતા.’ આવી અનેક ટીનએજર દીકરીઓ હાલ સાયબર ક્રાઇમનો ભોગ બની પરિવારથી છુપાવે છે, પરંતુ બદનામી થાય અને વાત બહાર આવે એ પછી દીકરીઓના પરિવારના સભ્યો સાયબર ક્રાઇમમાં આવે છે. જોકે સાયબર ક્રાઈમમાં આવી છોકરીઓની ફરિયાદ નોંધવાનો આખો અભિગમ બદલી નખાયો છે.

મામલાની સંવેદનશીલતાને જોતાં ફરિયાદ નોંધાવવા આવનારી દરેક તરુણી-યુવતી સાથે સૌથી પહેલા સાયબર ક્રાઇમની મહિલા કર્મચારી એક મોટી બહેન બનીને વાત કરે છે. તેની પાસેથી આખી વાત ડરાવી-ધમકાવીને નહીં, પણ સમજાવીને મેળવે છે. ત્યાર બાદ આરોપીઓને પાઠ ભણાવવા સુધી આ મહિલા કર્મચારીઓ સતત કામ કરે છે.

સાયબર ક્રાઇમમાં કેવા કેવા કિસ્સાઓ આવે છે

કિસ્સો-1: પૂર્વ બોયફ્રેન્ડને જે અંગત ફોટોઝ મોકલ્યા હતા એ જ વાઇરલ થયા
સાયબર ક્રાઇમમાં એક પિતા પોતાની દીકરીના ન્યૂડ ફોટોઝ વાયરલ થયાની ફરિયાદ લઈને આવ્યા હતા. દીકરી ટીનએજ હતી એટલે મહિલા પોલીસ અધિકારીએ પીડિતા સાથે પોતાની નાની બહેનની જેમ વાતો કરી અને માતા-પિતાની ગેરહાજરીમાં ખુલ્લા મને વાત કરી તો જાણવા મળ્યું કે છોકરીએ થોડા સમય અગાઉ પોતાના પૂર્વ બોયફ્રેન્ડને જે અંગત ફોટોઝ મોકલ્યા હતા એ જ વાઇરલ થયા છે. આમ, જેની પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસઘાત કર્યો હતો.

દરેક તરુણી-યુવતી સાથે સૌથી પહેલા સાયબર ક્રાઇમની મહિલા કર્મચારી એક મોટી બહેન બનીને વાત કરે છે.
દરેક તરુણી-યુવતી સાથે સૌથી પહેલા સાયબર ક્રાઇમની મહિલા કર્મચારી એક મોટી બહેન બનીને વાત કરે છે.

કિસ્સો-2: અન્ડર ગાર્મેન્ટની પર્ફેક્ટ સાઈઝ માટે ન્યૂડ ફોટોઝ મગાવી વાઇરલ કર્યા
સામાન્ય ઘરની એક મહિલાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં અંડર ગાર્મેન્ટની એડ જોઈ હતી, જે બ્રાન્ડેડ હતા અને ઘણા સસ્તા હતા. તેણે ઓર્ડર માટે ક્લિક કર્યું અને ત્યાં તેની સાથે વાતચીત થઈ હતી. જેથી વાત કરનાર વ્યક્તિએ મહિલાને કહ્યું, અમે તમને અંડર ગાર્મેન્ટ મોકલી આપીએ છીએ, જે માટે તમારે તમારી પર્ફેક્ટ સાઈઝની પ્રોડક્ટ મળે એ માટે ન્યૂડ ફોટો મોકલવા પડશે, જેથી મહિલાએ એક સેકન્ડની રાહ જોયા વગર ફોટોઝ મોકલી આપ્યા અને એ ફોટોઝ પ્રોસ્ટિટ્યૂટ તરીકે વાઇરલ થઈ ગયા હતા.

કિસ્સો-3: મિત્રોને આપેલો મોબાઇલ નંબર એસ્કોર્ટ ગર્લના નંબર તરીકે સર્ક્યુલેટ
સ્કૂલમાં ભણતી છોકરીએ પોતાના મિત્રોને મોબાઈલ નંબર આપ્યો હતો, પરંતુ તેને રોજ અલગ અલગ નંબર પરથી ફોન આવવા લાગ્યા અને તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યા હતા. આ વાત તેણે તેનાં માતા-પિતાને કરી હતી, જેને પગલે તેઓ સાયબર ક્રાઇમમાં ગયા તો જાણવા મળ્યું કે આ નંબર તો એસ્કોર્ટ ગર્લ તરીકે અનેક લોકો પાસે હતો, જે આ છોકરીના નજીકના પરિચિતે જ સર્ક્યુલેટ કર્યો હતો.

આરોપીઓને પાઠ ભણાવવા સુધી આ મહિલા કર્મચારીઓ સતત કામ કરે છે.
આરોપીઓને પાઠ ભણાવવા સુધી આ મહિલા કર્મચારીઓ સતત કામ કરે છે.

કોણ કાઉન્સેલિંગ કરે છે
સાયબર ક્રાઇમ વિભાગમાં મહિલા પીએસઆઇ હેતલ વાઘેલા અને અન્ય 10 મહિલાની આખી ટીમ કામ કરે છે. જ્યારે પણ કોઈ ભોગ બનેલી ટીનએજર છોકરી, યુવતી કે કોઈ સ્ત્રી સાયબર ક્રાઇમનો સંપર્ક કરે ત્યારે પહેલા તેમને સાંભળીને એ સમયના માનસિક ટ્રોમા એટલે કે યાતનામાંથી બહાર કાઢવાનું કામ કરે છે. તેમણે ખાસ ભારતની બેસ્ટ સાયકોલોજી ટ્રીટમેન્ટ ધરાવતા નિમહંસમાંથી ટ્રેનિંગ લીધી છે.

કઈ રીતે કાઉન્સેલિંગ થાય છે
ટ્રેઈન્ડ મહિલા પોલીસ ઓફિસર એક વખત ભોગ બનેલા કોઈ આવે ત્યારે તેમને પોતાનો વિશ્વાસ અપાવે છે. તેની સાથે આવેલા અન્ય લોકોને પણ અલગ રાખીને ભોગ બનનારને એ સમયના અને એ પહેલાંની વિગત મેળવે છે તેમજ કોઈનાથી પણ ન ડરવા અને હિંમત આપીને આરોપીને કડક સજા થાય એ માટે માનસિક તૈયાર કરે છે.

મોટે ભાગે નજીકની વ્યક્તિ કે પરિચિત જ આરોપી હોય છે.
મોટે ભાગે નજીકની વ્યક્તિ કે પરિચિત જ આરોપી હોય છે.

હવે પાસા જેટલી કડક સજા થાય છે
સમગ્ર દેશમાં હવે સાયબર ક્રાઇમ ગુનાઓ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે, જેમાં મહિલાઓ સાથે બનતા બુલિંગ જેવા ગુનામાં આરોપીઓ સામે હવે પાસા જેવી કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે.

મહિલાઓ થોડી તકેદારી રાખીને બુલિઈંગથી બચી શકે છે: DCP અમિત વસાવા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના DCP અમિત વસાવાએ DivyaBhaskarને જણાવ્યું છે કે હાલ ફિમેલ બુલિઈંગના કેસ વધી ગયા છે, જેમાં તરુણીઓ અને મહિલાઓ સૌથી વધુ ભોગ બને છે. મોટા ભાગે નજીકની વ્યક્તિ કે પરિચિત જ આરોપી હોય છે. આ સમયે દરેક મહિલાઓ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમણે ખાસ કરીને કેટલાક સિક્યોરિટી ફીચર અપનાવા જોઈએ, જેમાં એપ્લિકેશનમાં ટુ સ્ટેપ વેરિફિકેશન આવે છે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. પોતાની પ્રોફાઈલ લોક રાખવી જોઈએ, જેનાથી કોઈ તમારા ફોટો કે વીડિયોનો દુરુપયોગ ન કરી શકે અને ખાસ કોઈ અનવોન્ટેડ કે અપરિચિત વ્યક્તિની સાથે વ્યક્તિગત માહિતી આપ-લે કરવી જોઈએ નહીં. સામાન્ય તકેદારી રાખવામાં આવે તો ખૂબ મોટી મુસીબતમાંથી બચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો