તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને લોન ભરવા દબાણ કરાય નહીં, વિદ્યાર્થીઓને છ મહિનાની ફી માફી આપવા અને એસી વગરના ઘરોને ૧૫૦૦ સુધીના વીજ બિલમાં માફી મળે. તેવી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિરમગામ અને ધંધૂકા ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે, વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ ધંધુકાના રાજુ ગોહિલ અને જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહ સોલંકી ની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્ને ગંભીર રજૂઆત કરાઇ હતી. ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીના તમામ દર માફ કરવા જોઈએ. બેન્કો દ્વારા ખેડૂતોને ૩૧મી મે પહેલા લોન ભરવા દબાણ કરાય છે. જો લોન નહીં ભરે તો વ્યાજ ચઢશે અને ઝીરો ટકા વ્યાજ નો લાભ નહીં મળે. તેવી ચીમકી અપાય છે. જેથી બેંકોને તાત્કાલિક સૂચના આપી કાર્યવાહી કરતી અટકાવી જોઈએ. કપાસ ખરીદીમાં ખેડૂતોને અન્યાય થાય નહીં. હાલ ટોકન આપી ખેડૂતોને માર્કેટમાં બોલાવાય છે. તેના બદલે વેપારીઓને માર્કેટ અને માર્કેટ બહાર ગામડામાં પણ ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે. જિલ્લામાં નોકરી-ધંધા પણ બંધ છે. લોકો પાસે રોજગારી છીનવાઈ ગઈ છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓની સ્કૂલની છ મહિનાની કી માફ કરાય. આ ઉપરાંત એસી વગરના ઘરોમાં ૧૫૦૦ સુધીના વીજ બીલની માફી આપવામાં આવે. તેમણે કહ્યું કે જિલ્લા કલેકટર કક્ષાએ જે પ્રશ્નો નિકાલ થઈ શકતો હોય, તેનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અને બાકીના પ્રશ્નોને રાજ્ય સરકાર સમક્ષ મોકલી આપવામાં આવે. લોકહિતમાં નિર્ણય લેવા જરૂરી છે. જિલ્લા આગેવાનોએ જિલ્લા આરોગ્ય દ્વારા ચાલતી કોરોનાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. લોકડાઉનનું પાલન નહી થતું હોવાનો પણ રોષ ઠાલવ્યો હતો. કેન્દ્રની ટીમ સમક્ષ ખોટો રિપોર્ટ મૂક્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. શહેરમાંથી જિલ્લામાં અવર જવર ખુલ્લેઆમ થઈ રહી હોવાથી લોકોમાં વધુ ચેપ ફેલાઇ રહ્યો છે જેની સામે લોકડાઉનનું કડક પાલન કરાવાય. કોરોનાનો ચેપ ફેલાવતી કંપની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનોએ મારી સમક્ષ શાંતિપૂર્વક રજુઆત કરી હતી. ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવા ઝડપથી પ્રયાસ કરાશે. જરૂર પડશે તો સરકાર સમક્ષ પણ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.