તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેશન:લોભામણી ઓફરો કે શેર બજારના ઊંચા રિટર્નની માયાજાળમાં ન ફસાવો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GNLUમાં સાઇબર ક્રાઇમમાં પોલીસનો દ્રષ્ટિકોણ’ વિષય પર સેશન

GNLUમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સાઇબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદના નાયબ પોલીસ કમિશ્નનર અમિત વસાવાએ કાયદાના વિદ્યાર્થીઓ સાથે સાઇબર ક્રાઇમમાં પોલીસનો દ્રષ્ટિકોણ અને પોલીસની કામગીરી વિશે ચર્ચા કરી હતી. જેમાં તેઓ પોતે કમ્પ્યુટર એન્જિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેમણે જણાવ્યું કે ઘણાં ગંભીર ગુનામાં પોલીસ કરતાં એન્જિનિયર માઇન્ડનો ઉપયોગ કરવો પડે છે. વર્ષ 2020માં કોરોના સમયમાં પણ અમદાવાદ સાઇબર ક્રાઇમે સાઇબર ફ્રોડનો ભોગ બનેલા 5 હજાર લોકોએ સાઇબર છેતરપિંડીમાં ગુમાવેલા રૂપિયા 11 કરોડ પાછા મેળવવામાં મદદ કરી છે.

છેતરપિંડીની રકમ પરત મળવાની સંભાવના અત્યંત ઓછી હોય છે. સાઇબર બુલિંગના કિસ્સામાં ગુનેગારો મોટાભાગે સ્થાનિક હોય છે અને પીડિત મહિલાના પરિચિત હોય છે. સાઇબર ફ્રોડના ગુનેગારો સામાન્ય રીતે દૂરના સ્થળોથી કાર્ય કરે છે. તેઓ તેમના મોબાઇલ સિમકાર્ડને વારંવાર બદલતા હોવાથી અને અન્યના નામના ખોટા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હોવાથી તેમને શોધવા મુશ્કેલ છે. જેમ તમે તમારી શારીરિક સુરક્ષાનું ધ્યાન રાખો છો તે જ રીતે તમારી ઓનલાઈન પ્રોફાઇલને સુરક્ષિત રાખવા તમારા સોશિયલ મીડિયા સેટિંગ્સને કાળજીપૂર્વક મેનેજ કરો. માન્યામાં ના આવે તેવી લોભામણી ઓફરો કે શેર બજારમાં અકલ્પનીય ઊંચા રિટર્ન-વળતરની માયાજાળમાં ફસો નહીં. ઉપરોક્ત વાત સાઇબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદના નાયબ પોલીસ કમિશ્નર અમિત વસાવાએ જણાવ્યું હતું.

અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચમાં સાઇબર બુલિંગના માત્ર 2,400 કેસ નોંધાયા
લોકો બે પ્રકારના સાઇબર ક્રાઇમના ભોગ બને છે. સાઇબર ફ્રોડ (નાણાંની ઓનલાઈન તફડંચી) અને સાઇબર બુલિંગમાં ઓનલાઈન સતામણી, ખાસ કરીને સ્ત્રીઓ અને કિશોરીઓની.વર્ષ 2020 માં સાઇબર ફ્રોડના 25,000 કેસની સામે અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચમાં સાઇબર બુલિંગના માત્ર 2,400 કેસ નોંધાયા હતાં. લોકો સમાજની બીજે ફરિયાદ કરવાનું ટાળે છે. સાઇબર બુલિંગની ઘટનાઓનું મોટા પ્રમાણમાં અંડર રિપોર્ટિંગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...