મોર્નિંગ ન્યૂઝ બ્રીફભાજપનો 93 બેઠક પર મેગા ચૂંટણીપ્રચાર:કોઈના બાપથી બીતા નહીં, હું અહીં બેઠો છું: હીરા સોલંકી, સાવરકર પછી હવે શિવાજીના નામે વિવાદ

અમદાવાદ15 દિવસ પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 22 નવેમ્બર, કારતક વદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) પીએમ મોદી 45 સ્થળો પર આયોજિત રોજગાર મેળાને ઓનલાઈન સંબોધિત કરશે.
2) ભાજપ 93 બેઠક પર મેગા ચૂંટણી પ્રચાર કરશે.
3) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખંભાળિયામાં જાહેર સભાને સંબોધશે અને સુરતમાં રોડ શો બાદ રાતે 9 જાહેરસભાને સંબોધશે.
4) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડાંગ, નવસારી અને ઉધનામાં રોડ શો કરશે.
5) રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા કાંકરેજ અને પાટણમાં જનસભાને સંબોધિત કરશે.
6) ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ શ્રીધર તાવડે હાલોલ શહેરની જનતાને સંબોધશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભાજપનો પ્રચાર માટે મેગા પ્લાન: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપ 93 બેઠક પર મેગા ચૂંટણી પ્રચાર કરશે

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સુધાંશુભાઈ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના દિગ્ગજ નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ થરાદ, સાબરમતી, ખંભાત અને ડીસામાં સભા ગજવશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતના જંગમાં પ્રથમવાર રાહુલ ગાંધી: રાજકોટમાં કહ્યું- મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કર્યા, પણ જવાબદારોનો ભાજપ સાથે સારો સંબંધ, એટલે કંઈ નહીં થાય
સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટ સભા સંબોધવા પહોંચી હતા. રાહુલ ગાંધી સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોને અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું નિવેદન: 'જો આ સરકાર નોટો પરથી બાપુનો ફોટો હટાવી દે તો હું આ સરકારનો ઋણી રહીશ, મારું તેમને સમર્થન'- તુષાર ગાંધી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દિવ્યભાસ્કરની વાતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી છે, ત્યારે ઇતિહાસ બદલવાની એમની મુહિમ છે, તે બહુ જ જોરશોરથી ચલાવી છે. સરકાર અને તેના પક્ષોના તંત્રો એકત્રિત થઇને જે ઇતિહાસ એમને ગમતો નથી, ખટકે છે તે બદલવાની એ કોશિષ કરે.
વાંચો સમાચાર વિગતવાર

4) હીરા સોલંકીની 'દબંગગીરી': કાર્યકર્તાઓને કહ્યું- કોઈના બાપથી બીતા નહીં, હું અહીં બેઠો છું, ધાકધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, આ પ્રચાર-પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદાસ્પદ વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુનાવણી, મૃતકોના પરિવારને ઓછા વળતર અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, હાઈકોર્ટને તપાસ અને સુનાવણી ચાલુ રાખવા નિર્દેશ
સોમવારે સુપ્રીમ કોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાની CBI તપાસ અને મૃતકોના પરિવારજનોને વધુ વળતરની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજદારના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી.સુપ્રીમ કોર્ટે CBI તપાસ અને વધુ વળતરનીઅરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સતત મોનિટરિંગ કરી આવી ઘટનાઓ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર

6) બિહારમાં નશામાં ધૂત ટ્રક-ડ્રાઇવરે 30ને કચડ્યા, 8નાં મોત; રાત્રે વૃક્ષ પાસે પૂજા કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળી, બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે દબાઈને મૃત્યુ પામ્યાં
દારૂબંધીવાળા બિહારમાં રવિવારે નશામાં એક ડ્રાઈવરે 30 લોકોને કચડી નાખ્યા હતા. એમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં 6 બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો પીપળાના ઝાડ નીચે ઊભા રહીને પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન 120ની પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે તમામને કચડી નાખ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) સાવરકર પછી હવે શિવાજીના નામે વિવાદ, શિંદે જૂથના ધારાસભ્યએ રાજ્યપાલને ટાંકીને કહ્યું- જે ઈતિહાસ ના જાણતા હોય, તેમને બીજે ક્યાંય બહાર મોકલી દેવા જોઈએ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને છત્રપતિ શિવાજી મહારાજ વિશેની તેમની તાજેતરની ટિપ્પણી બદલ રાજ્યની બહાર ખસેડવાની માગ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) PM મોદીએ નવસારીમાં કહ્યું- 'દિલ્હીમાં બધા નેતાઓ નવસારીનાં ચીકુ ખાતા થઈ ગયા છે, હવે એ કમનસીબી છે કે ચીકુ નવસારીના ખાય અને ગાળો અહીં આવીને આપે છે'
2) અપક્ષો કોનો ખેલ બગાડશે: વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની દરિયાપુર બેઠક પર અપક્ષનો રોલ મહત્વનો સાબિત થયો છે
3) ફિલિપિન્સની લાડીને વરાછાનો વર: સુરતના દિવ્યાંગ યુવક સાથે વિદેશી ગોરીએ સાત સમંદર પાર કરી પ્રભુતામાં પગલાં પાડ્યાં,મતદાનનો સંકલ્પ લેવડાવ્યો
4) ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ગાબડું: ડાંગમાં કોંગ્રેસના પીઠ નેતાઓ સાગમટે ભાજપમાં; વિજય પટેલની 'ડોર ટુ ડોર' મુલાકાત અને સભાઓને વ્યાપક જન સમર્થન
5) અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર: કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમીને આઝાદી પછી વર્ષો સુધી તરસી રાખવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે
6) 'અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ': બાળકીએ એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવતાં PM બોલી ઊઠ્યા 'વાહ બેટા વાહ...'
7) ઉમેદવારી ફોર્મ રદ કરતા વિવાદ: અમદાવાદની વેજલપુર સીટમાં BTP અને અપક્ષમાંથી ઉમેદવારી કરનારના બંને ફોર્મ રદ કરાતા ચૂંટણી પંચમાં ફરિયાદ
8) લિસ્ટ-એ ક્રિકેટમાં ઈતિહાસની મેરેથોન ઇનિંગ, એન. જગદિશને 277 રન ફટકાર્યા, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો; પહેલીવાર 50 ઓવરમાં 500+ રન બન્યા
9) મેક્સિકોમાં 53 બેગમાંથી માણસનાં અંગોનાં ટુકડા મળ્યા, કૂતરો માણસની ખોપરી લઈને જતો જોવા મળ્યો હતો, પછી તપાસ શરૂ થઈ
10) પુણે-બેંગલુરુ હાઇવે પર કન્ટેનરે 48 વાહનને ટક્કર મારી, 50થી વધુ લોકો ઘાયલ થયા; બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો
11) 'છેલ્લો શૉ' હવે ઓનલાઇન રિલીઝ થશે, ઓસ્કર અવૉર્ડ માટે નોમિનેટ થયેલી પાન નલિનની ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે
12) ફૂટબોલ વર્લ્ડ કપ - સમલૈંગિકોના સમર્થનમાં 8 ટીમ, ઇંગ્લિશ કેપ્ટન બેન્ડ પહેરીને રમશે, FIFA પ્રતિબંધ લગાવી શકે છે

આજનો ઇતિહાસ
1963- આજના દિવસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીની ડલ્લાસ, ટેક્સાસમાં હત્યા કરવામાં આવી હતી.

આજનો સુવિચાર
મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...