તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતની ચીમકી:જુહાપુરાની પરિણીતાના પારિવારિક ઝઘડામાં ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ ઉછળ્યું, અમદાવાદ પોલીસે આક્ષેપ કરનારાં સાસુ-સસરા, પતિની ધરપકડ કરી

અમદાવાદ4 મહિનો પહેલા
ડાબી બાજુ ઈબ્રાહિમભાઈ અને જમણે ઈરફાન પઠાણની ફાઈલ તસવીર
  • આત્મહત્યાની ધમકી આપનારા જુહાપુરાના વૃદ્ધ દંપતીના વાયરલ વીડિયોમાં પુત્રવધુના ઈરફાન સાથે સંબંધોના આક્ષેપ
  • પારિવારિક ઝઘડો છે અને વૃદ્ધના આક્ષેપો બાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે : ડીસીપી ઝોન 7

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીએ આત્મહત્યાની ધમકી આપતો વીડિયો બનાવ્યો છે. હાલમાં વાઈરલ થયેલા આ વીડિયોમાં વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે કે, તેમની પુત્રવધુના ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે સબંધ છે અને તેના લીધે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ હવે આત્મહત્યા કરવા માંગે છે. આ સમગ્ર બનાવ અંગે ઝોન 7 ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે, જે મહિલા પર આક્ષેપ છે તે ઈરફાન પઠાણની સ્વજન છે. તેમજ અગાઉથી પારિવારિક ઝઘડો ચાલે છે અને આ મહિલાએ તેના સાસરિયા પર દહેજનો કેસ કરેલો છે. તેમ છતાં આ વીડિયો બાબતે અમે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે પોલીસે વીડિયો બનાવનાર વૃદ્ધ દંપતી અને તેમના પુત્રની ધરપકડ કરી છે.

દંપતી-પુત્ર સામે પુત્રવધુએ દહેજનો કલમ 498નો કેસ કર્યો છે
જુહાપુરામાં રહેતા જે ઇબ્રાહિમભાઈ અને તેમની પત્નીનો વીડિયો વાયરલ થયો છે તેમની તથા તેમના પુત્ર સામે પુત્રવધુએ દહેજ ઉત્પીડનનો ઈપીકોની કલમ 498 હેઠળનો કેસ કર્યો છે. ઇબ્રાહિમભાઈ પોતે ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે. જ્યારે તેઓની તવક્કલ હોટલ જુહાપુરા રોડ પર આવેલી છે. તેમના દીકરાના લગ્ન ક્રિકેટર ઇરફાન પઠાણની પરિચિત યુવતી સાથે થયા હતા. હવે આ જ પરિચય સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો બનાવીને ઈબ્રાહિમભાઈએ વાયરલ કર્યો છે.

પોલીસ પર ધમકાવવાનો આક્ષેપ
આ મામલે વેજલપુર પીઆઈ એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, જુહાપુરાના હાજીબાવા પાર્કમાં રહેતા યાસ્મીનબાનુ (ઉં.25) એ 11 માર્ચ 2021ના રોજ પતિ મોહંમદ ઝેદ ઈબ્રાહીમ મિયાં સૈયદ, સસરા ઇબ્રાહીમ મિયાં સૈયદ અને આરીફાબાનુ ઈબ્રાહીમ મિયાં સૈયદ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી, જેની સામે ઇબ્રાહીમ અને ઝેદે યાસ્મીનબાનુ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એક અરજીમાં યાસ્મીનબાનુ ઘરમાંથી દાગીના ચોરી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી અરજીમાં તેમને ધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે યાસ્મીનબાનુની ફરિયાદ અને ઝેદ અને ઈબ્રાહીમની અરજીઓની તપાસ ચાલી જ રહી છે ત્યારે બુધવારે ઈબ્રાહીમ અને આરીફાબાનુએ એક વીડિયો વહેતો કર્યો હતો, જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે યાસ્મીનબાનુને ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે આડા સંબંધ છે, જેથી પોલીસ તેમને ધમકાવી રહી છે.

સોશિયલ મીડિયા પરની ઈરફાન પઠાણીની તસવીર
સોશિયલ મીડિયા પરની ઈરફાન પઠાણીની તસવીર

ઈરફાન પઠાણ સાથે પુત્રવધુના અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપ
ઇબ્રાહિમભાઈના દીકરાના લગ્ન થયાં બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને હાલ તેના સામે કાનૂની કાર્યાવહી ચાલી રહી છે. ઈબ્રાહિમભાઈ, તેમના પત્ની તથા પુત્ર સામે પુત્રવધુએ દહેજ ઉત્પીડનને લગતો ઈપીકોની કલમ 498નો કેસ પણ કર્યો છે. આ બધાની વચ્ચે ઇબ્રાહિમભાઈ અને તેમની પત્નીના વીડિયોએ નવો હોબાળો મચાવ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે કે, તેમની પુત્રવધૂના અનૈતિક સબંધ ઈરફાન પઠાણ સાથે છે. જેને કારણે અમે હવે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. પોલીસ અમારી ફરિયાદ લેતી નથી અને ઈરફાન પઠાણ પોતાની વગનો ઉપયોગ કરે છે.

વીડિયોમાં ત્રણેય આત્મહત્યાની ચીમકી આપે છે
​​​​​​​તેમની ફરિયાદ છે કે, પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. આથી તેમણે આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી લેશે. જોકે વેજલપુર પોલીસે તકેદારીના ભાગરૂપે ત્રણેયની અટકાયત કરી હતી.

ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુ
ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુ

આ મામલો ઘરેલું હિંસાનો છે, છતાં અમે તપાસ કરીએ છીએઃ ઝોન-7 DCP
આ મામલે ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ આખો મામલો ઘરેલું ઝઘડાનો છે. જે વૃદ્ધ દંપતીએ વીડિયો બનાવીને વાયરલ કર્યાની વાત છે. તેમના પરિવાર પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ચાલે છે. તેમજ જે પુત્રવધુ પર આ વીડિયોના આક્ષેપ કરે છે તે ઇરફાન પઠાણની સ્વજન છે. હવે આ કેસમા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપાઈ છે. જેઓ વીડિયો વાયરલ સંદર્ભે તપાસ કરે છે કારણકે તેમાં દંપતી આત્મહતાનો ઉલ્લેખ કરે છે. કોઈને આત્મહત્યા કરવા દેવાય નહીં.

હજુ આક્ષેપો લેખિતમાં આપ્યા નથી
ક્રિકેટર ઇરફાન પઠાણ સામેના આક્ષેપો બાબતે પીઆઈ ઓડેદરાએ વધુમાં જણાવ્યું હતું કે, ઇબ્રાહીમ સૈયદે વીડિયોમાં ઈરફાન પઠાણ પર જે આક્ષેપ કર્યો છે, તે વિશે કાગળ પર સત્તાવાર કોઈ લખાણ આપ્યું નથી. જ્યારે તેમણે કરેલી અરજીની તપાસ માટે પોલીસે તેમને બુધવારે બોલાવ્યા હતા. આથી તેમણે આ પ્રકારનો વીડિયો બનાવીને વહેતો કર્યો હતો.