તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરના RTPCR ટેસ્ટ માટે અંદર અને બહાર ડોમ તૈયાર, થર્મલ સ્ક્રિનિંગની પણ વ્યવસ્થા

અમદાવાદ2 મહિનો પહેલા
એરપોર્ટ ટર્મિનલ પર અને એરપોર્ટની અંદર એમ બે વખત તમામ પેસેન્જરનું સ્ક્રિનિંગ
 • એરપોર્ટ પર અધિકારીઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે સુચના

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશ વધતા જતા કોરોના કેસમાં કેટલાકમાં નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. જેથી વધતા કેસને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે અન્ય દેશોમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઇને ભારત સરકારે 30 એપ્રિલ સુધી વિદેશથી અને આવતી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.સાથે તમામ એરપોર્ટ પર અધિકારીઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે સુચના આપવામાં આવી છે.

મહારાષ્ટ્રથી આવતાને RTPCR ટેસ્ટ ફરજિયાત
દેશમાં મોટાભાગના કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે મહારાષ્ટ્ર આવતા તમામ લોકોને RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ દ્વારા થર્મલ સ્ક્રિનિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માત્ર મહારાષ્ટ્ર પરંતુ કોઈપણ રાજ્યમાંથી આવતા અને અમદાવાદથી બહાર જતા તમામ પેસેન્જરનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં એરપોર્ટ ટર્મિનલ પર અને એરપોર્ટની અંદર એમ બે વખત તમામ પેસેન્જરનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

અમદાવાદથી બહાર જતા તમામ પેસેન્જરનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે
અમદાવાદથી બહાર જતા તમામ પેસેન્જરનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે

RTPCR ટેસ્ટ કરી ઓનલાઇન રિપોર્ટ મળશે
સાથે સેનિટાઈઝેશન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક રાજ્યો દ્વારા પેસેન્જરના RTPCR ટેસ્ટ બાદ જ તેને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવે છે જેને ધ્યાનમાં લઇને એરપોર્ટની અંદર અને બહાર RTPCR માટેના ડોમ તૈયાર કરવામાં આવે છે. જેમાં લોકો સરળતાથી RTPCR ટેસ્ટ કરાવી શકે અને તેમના ટેસ્ટનો રિપોર્ટ તેમને ઓનલાઇન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ અંદાજીત 50 લોકો એરપોર્ટ પર ટેસ્ટ કરાવે છે.

પેસેન્જર્સનું ચેકિંગ કરતા CISF જવાનો માટે પણ અલગ વ્યવસ્થા
પેસેન્જર્સનું ચેકિંગ કરતા CISF જવાનો માટે પણ અલગ વ્યવસ્થા

CISF જવાનો માટે અલગ વ્યવસ્થા
મહત્વનું છેકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાવેલિંગ કરવું જોખમી છે, પરંતુ જો લોકો પૂરતી સાવચેતી રાખીને તમામ નિયમોને અનુસરે તો તેઓ સુરક્ષિત રહેશે. સાથે કોરોનાનું વેક્સિનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. એરપોર્ટ પર તમામ પેસેન્જર્સનું ચેકિંગ કરતા CISF જવાનો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ અને પેસેન્જર વચ્ચે અંતર જળવાઇ રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો