તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMC માટે ચિંતાનો વિષય:અમદાવાદમાં ખસીકરણ કરવા છતાં કૂતરાઓની વસતી વધે છે, છેલ્લા 10 વર્ષમાં કૂતરાઓને ખસેડવા 17 કરોડ ખર્ચાયા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખસીકરણ કરવા છતાં પ્રજનન પ્રક્રીયાને ધ્યાનમાં લેતા દર વર્ષે 7થી 8 હજાર કૂતરાની સંખ્યા વધે છે
  • કૂતરા દીઠ ખસીકરણ માટે 930 રૂપિયા ચૂકવવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત

અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 2.70 લાખથી વધુ કૂતરાઓના ખસીકરણ પાછળ AMCએ 17 કરોડનો ખર્ચ કર્યો છે. AMC દ્વારા દર વર્ષે જેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે એની સામે કૂતરાની વસતી વધી જાય છે. હવે શહેરમાં કૂતરા તંત્ર માટે ચિંતાનું કારણ બન્યાં છે. AMCમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કૂતરાને અન્ય સ્થળે ખસેડવા માટે કૂતરા દીઠ 930 રૂપિયા સંસ્થાઓને ચૂકવવાની મંજુરી માંગવામાં આવી હતી.

સંસ્થાઓ પાસે ખસીકરણની કામગીરી કરાવાય છે
ABC ડોગ રૂલ્સ 2001ના નિયમ મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી કૂતરાઓના ખસીકરણની કામગીરી કરાવવામાં આવી રહી છે. આ સમય દરમિયાન 2 લાખ 69 હજાર 500 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં જેટલી ગતિએ કૂતરાઓને અન્ય સ્થળે ખસેડવામાં આવે છે એની સામે વર્ષમાં કૂતરાઓમાં બે વખત બ્રિડીંગ પ્રક્રિયા થતી હોવાથી આ સમયમાં તે પાંચથી છ બચ્ચાને જન્મ આપે છે. આ પૈકી 50 ટકા બચ્ચા જીવીત રહે છે. સામાન્ય રીતે જોઈએ તો એક કૂતરાનું આયુષ્ય સરેરાશ આઠથી દસ વર્ષનું હોય છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

એક કૂતરાના ખસીકરણ પાછળ 930 રૂપિયા ખર્ચાશે
અમદાવાદમાં વર્ષ-2019 જુન સુધીના સમયમાં કૂતરાઓની કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, શહેરમાં 1 લાખ 49 હજાર 341 કૂતરા નોંધાયા હતા. જે પૈકી 1 લાખ 2 હજાર 300 કૂતરાઓનું ખસીકરણ થઈ ગયુ છે. આમ કૂતરાની કુલ સંખ્યાને ધ્યાનમાં લેતા 35 ટકા કૂતરાનુ ખસીકરણ કરવાની પ્રક્રીયા બાકી રહે છે. બીજી તરફ તેમની પ્રજનન પ્રક્રીયાને ધ્યાનમાં લેતા દર વર્ષે સાતથી આઠ હજાર કૂતરાની સંખ્યા વધતી રહે છે. સ્ટેન્ડીંગ કમિટીમાં મુકવામાં આવેલી કૂતરાના ખસીકરણ માટેની દરખાસ્તમાં પ્રતિ નંગ રૂપિયા 930 ચૂકવવાની મંજુરી માંગવામાં આવી છે. જેમાં કૂતરાના ખસીકરણ ઉપરાંત તેને ચાર દિવસ રાખવા તથા તેના ખોરાક સહીતની બાબતનો સમાવેશ થાય છે. બીજા વર્ષે આ ભાવમાં પાંચ ટકાનો વધારો અપાશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

નવા વિસ્તારોમાં કૂતરાની ગણતરી હજુ બાકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વર્ષે ફેબુ્આરીમાં ચૂંટણી યોજાઈએ પહેલા બોપલ સહિત પૂર્વમાં કઠવાડા જેવા અનેક નવા વિસ્તારોનો સમાવેશ મ્યુનિસિપલ હદમાં કરાયો છે.આ વિસ્તારોમાં કૂતરાની સંખ્યા કેટલી છે એની ગણતરી કરવાની બાકી હોવાનું જાણવા મળ્યુ છે. શહેર હદ બહારના કૂતરા મેટીંગ પ્રક્રીયા માટે શહેર અંદર આવે છે અને જતા રહે છે. એવા કૂતરા કેટલા હશે એની ગણતરી કરવી પણ મુશ્કેલ બનતી હોય છે.

નિયમોની કેટલીક મર્યાદાઓ મ્યુનિ.તંત્રને નડી રહી છે
જે પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે કૂતરાને લઈને નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. એ નિયમોની પણ કેટલીક મર્યાદાઓ મ્યુનિ.તંત્રને નડી રહી છે.મ્યુનિ.ની સીસીઆરએસ ફરીયાદ સેવામાં કૂતરા પકડી જવાની સરેરાશ 80 ટકા ફરીયાદો આવતી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. પરંતુ નિયમ મુજબ, ફરીયાદ મળ્યા બાદ જે કૂતરાઓનું ખસીકરણ કરવામાં ના આવ્યુ હોય એ જ કૂતરાને લઈ જઈ ખસીકરણ કરાયા બાદ એ જ વિસ્તારમાં પાછા છોડવા પડતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...