તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:અમદાવાદ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની ફોર્મમાં સુધારા-વધારા માટે દોડધામ

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપની ધોલેરા અને કાવિઠા સહિત 15 બેઠકો પર ઉમેદવારો બદલવા રજૂઆત
 • કોંગ્રેસમાં બદરખા, કૌકા, સીતાપુર, ગલસાણા સહિત બેઠકો ઉપર ઉમેદવાર બદલવા પક્ષમાં રજૂઆત

અમદાવાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની ફોર્મમાં સુધારા-વધારા માટે દોડધામ જોવા મળી હતી. બીજી તરફ ભાજપની ધોલેરા અને કાવિઠા સહિત 15 બેઠકો અને કોંગ્રેસમાં બદરખા, કૌકા, સીતાપુર, ગલસાણા અને સાથળ સહિત મોટાભાગની બેઠકો ઉપર ઉમેદવાર બદલવા પક્ષમાં રજૂઆત કરવામાં આવી છે. આ બેઠકો ઉપર ઉમેદવારોને બદલવામાં નહીં આવે તો પક્ષ વિરુદ્ધ મતદાન કરી અપક્ષ ઉમેદવારને જીતાડવા માં આવશે તેવી કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે. પક્ષપલટુ પ્રવિણસિંહ દાયમાને કોંગ્રેસે બદરખા બેઠક ઉપરથી ટીકીટ આપતા ખૂબ જ વિરોધ થયો છે.

જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અને જિલ્લા પ્રમુખ ને વિશ્વાસમાં લીધા વગર પક્ષ પલટુ ને ટિકિટ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગેરરીતિનો આક્ષેપ છતાં કોંગ્રેસે હરપાલ સિંહ ચુડાસમા અને નિમિશા મનીષ મકવાણાને ટીકીટ આપતા ભારે વિરોધ થયો છે. કુલ ૧૭ બેઠકો ઉપર વિવાદ ચાલી રહ્યો છે.

બીજી બાજુ ભાજપમાં પણ કાવિઠાના ઉમેદવાર રેખા લકુમ અને બદરખાના દિગપાલસિંહ ચુડાસમા ની ઉમેદવારી રદ કરી ડમી ઉમેદવાર ને ટિકિટ આપવા રજૂઆત કરાઈ છે. કુલ 15 ઉમેદવારો બદલવા પ્રદેશના હોદ્દેદારો સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઈ છે. ભાજપમાં પણ ટિકિટ વેચણીમાં જિલ્લા આગેવાનોને વિશ્વાસમાં લીધા નહીં હોવાનો કેટલાક હોદ્દેદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોને રોજ જોતા ભાજપ અને કોંગ્રેસ મોવડી મંડળે કેટલાક ઉમેદવારો બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો ઉમેદવારો બદલવા માં નહીં આવે તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવારોની પણ એન્ટ્રી થવાની શક્યતા સેવાઈ રહી છે. રવિવારે જિલ્લાના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં ફોર્મ ચકાસણી માટે ઉમેદવારો અને તેમના સમર્થકોએ ધામા નાખ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એ ભરેલા ફોર્મ સુધારો વધારો કરતાં અપક્ષ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો.

15મી ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી નો દિવસ છે, છતાં ચૂંટણીના નિયમો નેવે મૂકી રવિવારે ફોર્મમાં સુધારા-વધારા કરવા દેવાયા હતા. ટિકિટ મળતા જ કેટલાક ઉમેદવારો બાધા પૂરી કરવા દોડ્યા\nઅમદાવાદ જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ મળતા જ કેટલાક ઉમેદવારો બાધા પૂરી કરવા દોડ્યા હતા. આ વખતે પ્રચાર માટે પૂરતો સમય નહીં હોવાથી કેટલાક ઉમેદવારો શનિવાર મોડી સાંજે બાધા પૂરી કરવા નીકળી ગયા હતા. જેથી કરીને ફોર્મ ચકાસણીના દિવસે હાજર રહી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો