તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીજિટલ ઇન્ડિયા:પાસપોર્ટ માટે દસ્તાવેજોનું ડીજી લોકરમાંથી વેરિફિકેશન થશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • અરજદાર લિંક આપી દસ્તાવેજ મોકલી શકશે જેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નહીં લઈ જવા પડે

પાસપોર્ટ માટે અરજદાર હવે પોતાના દસ્તાવેજોને ડીજી લોકરથી લિંક આપીને મોકલી શકશે. અરજદારને ફીઝિકલ ડોક્યુમેન્ટ રજૂઆતમાંથી મુક્તિ મળશે.

વિદેશ બાબતોના મંત્રાલયે પાસપોર્ટ સેવાને વધુ લોકભોગ્ય બનાવવાના ભાગરૂપે હવે ફીઝિકલ ડોક્યુમેન્ટનો ઓછો ઉપયોગ અને ડીજિટલ ઇન્ડિયા તરફ આગળ વધવાના પ્રયાસ થયા છે. અરજદાર પાસપોર્ટ માટે અરજી કરતી વખતે સરકારી એજન્સી દ્વારા આપેલાં દસ્તાવેજોને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ડીજી લોકર એકાઉન્ટ દ્વારા રજૂ કરી શકશે. અરજદાર તે માટે જાતે ડેક્લરેશન કરી શકે અથવા સ્ક્રીન પરના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે.

અરજદાર પાસપોર્ટ સેવા કેન્દ્ર કે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લે ત્યારે અધિકારી દસ્તાવેજો વેરિફિકેશન માટે ડીજી લોકરનો ઉપયોગ કરશે. સરકારી દસ્તાવેજોને ઓરિજનલ ડોક્યુમેન્ટ તરીકે જ લેવાશે, જેથી હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાની જરૂર નહીં રહે.

આ પાંચ ડોક્યુમેન્ટ રજૂ થઈ શકશે

 • ધોરણ-10ની માર્કશીટ-સર્ટિફિકેટ
 • પાન કાર્ડ
 • ડ્રાઇવિંગ લાઇસન્સ
 • ઇલેક્શન કાર્ડ
 • ઇ-આધારકાર્ડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો