તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત નહીં હત્યા:યુવકની બીભત્સ માંગણીઓથી કંટાળી ડોક્ટરની પત્નીનો આપઘાત, ફાંસો ખાતા સમયે પણ યુવક વીડિયો કોલથી પજવણી કરતો રહ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 જૂનના રોજ ડોક્ટરની પત્નીએ કરેલા આપઘાતનું કારણ મોબાઈલથી સામે આવ્યું
  • પાલીતાણાનો યુવક અર્ઘનગ્ન ફોટો મોકલીને પરિણીતાને પરેશાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો
  • મૃતક પરિણીતાના પરિવારે યુવક વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો
  • દફનવિધિ પૂરી કરીને પરિવારે ઘરે આવી ફોન ચેક કરતા યુવકની વોટસએપ ચેટ મળી

ડોક્ટરની પત્નિએ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો ત્યારે પાલીતાણાનો એક યુવક તેના મોબાઇલમાં અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મોકલીને વોટ્સએપ કોલ અને વિડીયો કોલ કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરની પત્નિએ યુવકની બીભત્સ માંગણીઓથી કંટાળીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે બાબતે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ડોક્ટરની પત્નીએ યુવકના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે રહેતા એક યુવકે સરખેજ પોલીસ સ્ટેશનમાં પાલીતાણાના ઇરફાન મેતર વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. યુવકની બહેનના સાત વર્ષ પહેલા એક ડોક્ટર જોડે લગ્ન થયા હતા. જેમાં બંને જણા પાલીતાણામાં રહેતા હતા. જ્યાં તેને બે દિકરાને જન્મ આપ્યો હતો. પાલીતાણામાં રહ્યા બાદ દંપતિ અને બે દિકરા સાથે અમદાવાદના જુહાપુરા ખાતે રહેવા આવી ગયા હતા. યુવતીના પતિએ નવરંગપુરા ખાતે પોતાનું ક્લીનિક ખોલ્યુ હતું. જ્યાં તેઓ સમયસર હાજર રહેતા હતા. પરિવારનું જીવન સુખમય રીતે પસાર થતું હતું ત્યારે પાલીતાણાના ઇરફાન મેતર નામના યુવકે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યુ હતું.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આપઘાતના 15 દિવસે કારણ સામે આવ્યું
તારીખ 2 જૂનના રોજ ડોક્ટર પોતાના ક્લીનિક પર ગયા હતા ત્યારે યુવતીએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે ડોક્ટર ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો મોટા દિકરાએ ખોલ્યો હતો અને મમ્મી ક્યાં છે તેમ પૂછ્યુ હતું. પિતાની વાત સાંભળતા દિકરાએ જવાબ આપ્યો કે, મમ્મી અંદરના રૂમમાં છે અને અંદરથી દરવાજો ખોલતી નથી. ડોક્ટરે જોરજોરથી બુમો પાડી પરંતુ યુવતીએ દરવાજો નહીં ખોલતા તે ટેન્શનમાં આવી ગયા હતા અને પાડોશના લોકોને બોલાવી દીધા હતા. જેમ તેમ કરીને દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતાની સાથે યુવતી પંખે લટકતી જોવા મળી હતી. યુવતી ખેંચની બીમારીથી પીડાતી હોવાનું સમજી લઇને ડોક્ટરે અને તેમના પરિવારને કોઇકાર્યવાહી કરી નહીં અને અંતિમ વિધી કરી દીધી હતી.

યુવતીના મોબાઈલથી આરોપી યુવક પકડાયો
​​​​​​​
દરમિયાનમાં યુવતીના ભાઇના હાથમાં તેનો મોબાઇલ આવ્યો હતો અને તે ચેક કરતા ભાઇના પગ પરથી જમીન સરકી ગઇ હતી. યુવતી જે દિવસે આપધાત કર્યો તે દિવસે પાલીતાણાના ઇરફાન મેતરે ચેટ તેમજ વિડીયોકોલ, વોટ્સએપ કોલ સતત ચાલુ રાખ્યા હતા અને યુવતીના અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા. યુવતીના ભાઇએ વધુ તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ઇરફાન તેની પાસે અવારનવાર જેમ તેમ બોલતો હતો અને બીભત્સ માંગણી પણ કરતો હતો. જેથી કંટાળીને તેને આત્મહત્યા કરી લીધી છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો
​​​​​​​
સરખેજ પોલીસે આ મામલે ઇરફાન મેતર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. યુવતી તેના પતિ સાથે પાલીતાણામાં રહેતી હતી ત્યારે ઇરફાન મેતર તેના ઘરે આવતો હતો જ્યાં બન્ને જણાની મુલાકાત થઇ હતી. યુવતીએ આત્મહત્યા કરી તે પહેલા રમઝાન મહિનામાં ઇરફાન સાથેની વાતચીતનો ઓડીયો રેકોર્ડીંગ તેની પિતરાઇ બહેનને મોકલી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

નરગિસે પિતરાઈને ઓડિયો ક્લિપ મોકલી હતી
નરગિસે તેની પિતરાઇ નિલોફરને રમજાનમાં એક વોઈસ રેકોર્ડિંગ મોકલી કહ્યું હતું કે ઈરફાન મોહંમદ મેતર ઘણાં સમયથી હેરાન કરી બીભત્સ માગણી કરે છે. આ રેકોર્ડિંગ તું સાંભળજે, તારા પપ્પા અને બીજાને કામ લાગશે.

નરગિસને ખેંચ આવી હોવાનું માની દરવાજો તોડ્યો
​​​​​​​નરગિસને લાંબા સમયથી ખેંચની બીમારી હતી. આથી જ્યારે રિઝવાન ઘરે આવ્યો ત્યારે નરગિસે રૂમનો દરવાજો નહીં ખોલતા તેને ખેંચ આવી હોવાનું માનીને રિઝવાને તાત્કાલિક દરવાજો તોડ્યો હતો, પરંતુ નરગીસે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.