રાજ્યભરના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોએ તેમના ડિગ્રી સર્ટિફેકિટ પાછા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરી છે કે સરકાર વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ પરત આપતી નથી. સરકારે એવો જવાબ રજૂ કર્યો હતો કે,તબીબોએ બોન્ડના નિયમોનું પાલન કર્યુ નહી હોવાથી સર્ટિફિકેટ પાછા આપતા નથી.
આ અંગે વધુ સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે. સુપર સ્પેશ્યાલિટીનો અભ્યાસ કરતા તબીબોએ કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, સરકાર વિદ્યાર્થીઓના ઓરિજનલ સર્ટિફિકેટ રોકી રાખે છે. જેના લીધે તેઓ આગળની કોઇપણ કાર્યવાહી કરી શકતા નથી. કેટલાકને વિદેશમાં નોકરીની તક માટે અરજી કરવાની અટકી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.