વિરોધ પ્રદર્શન:અમદાવાદની બી.જે મેડિકલ કોલેજની પી.જી હોસ્ટેલમાં સુવિધાઓના અભાવ અને ગંદકીના કારણે ડોક્ટરોએ ડોલ લઈને રેલી કાઢી

અમદાવાદ16 દિવસ પહેલા
વિરોધ કરી રહેલા પી.જી વિદ્યાર્થીઓની તસવીર
  • સિવિલની બી.જે મેડિકલ જૂની પી.જી હોસ્ટેલ જર્જરીત, નવીમાં ગંદકીનો ખડકલો
  • કોરોનાકાળમાં દર્દીઓની સેવા કરનારા તબીબો ખરાબ પરિસ્થિતિમાં રહેવા મજબૂર

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગંદકીના થર વચ્ચે ડોક્ટર રહે છે. પીજી હોસ્ટેલમાં સતત ગંદકી અને જર્જરિત વ્યવસ્થાના કારણે આજે પીજી ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને રેલી કાઢી હતી. આ માટે અગાઉ બીજે મેડિકલના સેનેટરી વિભાગ સુધી અરજીઓ થઈ છે, જો કે સેનેટરી વિભાગે આગળ કોઈ રજૂઆત ન કરતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી.

પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનો હોબાળો
આ ડોક્ટરોએ કોરોનાના સમયમાં પોતાના જીવ દાવ પર લગાવીને દર્દીઓની સેવા કરી હતી. ત્યારે ડોક્ટર હવે ખરાબ પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે. પી.જી હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરીને રસ્તા પર ઉતર્યા હતા.

હોસ્ટેલમાં ગંદકીની તસવીર
હોસ્ટેલમાં ગંદકીની તસવીર

ડોલ લઈને વિદ્યાર્થીઓ રોડ પર નીકળ્યા
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની પી.જી હોસ્ટેલમાં સતત અવ્યવસ્થાના કારણે પી.જી ડોક્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા જુની ગર્લ્સ પીજી હોસ્ટેલમાં છતના પોપડા પડ્યા હતા. ત્યારે હવે આજે ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને પોતાને પડતી મુશ્કેલીઓ અંગે વિરોધ વ્યક્ત કરવા રેલી કાઢી હતી. આ ડોક્ટરોની નવી પીજી હોટેલમાં પણ ગંદકીના થર જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિના કારણે ડોક્ટરો ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.