તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના ડૉક્ટર સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કોરોના મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂર હોય ને હું ઘરે બેસી રહું તે કેવી રીતે ચાલે?: ડૉ. હિતેશ પટેલ
  • દોઢેક મહિનાથી ડૉ. હિતેશ પટેલ કોરોના દર્દીઓની સેવા કરી પિતૃ સંસ્થાનું ખરા અર્થમાં ઋણ અદા કરી રહ્યાં છે

રાજ્યમાં કોરોના બેકાબૂ બનેલો છે. સતત દર્દીઓની સંખ્યા વધી રહ્યા હોય તેવી સ્થિતિમાં હોસ્પિટલોમાં તબીબોની તાતી જરૂર રહે છે. આવા કપરા સમયમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના અને એક સમયના સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થી ડૉ. હિતેશ પટેલ સ્વૈચ્છિક રીતે કોરોના ડ્યૂટી કરવા તૈયાર થયા છે. છેલ્લા દોઢેક મહિનાથી તેઓ કોરોના દર્દીઓની સેવા કરી પિતૃ સંસ્થાનું ખરા અર્થમાં ઋણ અદા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું છેકે, હું આજે સફળતાના જે કંઇપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના કારણે જ છું. સિવિલ હોસ્પિટલે મને ઓળખ આપી છે. કોરોના મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂર હોય અને હું ઘરે બેસી રહું તે કેવી રીતે ચાલે?

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને મળી કોરોના ડ્યૂટી કરવાની ઇચ્છા વ્યક્ત કરી
લોકડાઉન પહેલા ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવેલા ડૉ. હિતેશ પટેલે જ્યારે જોયું કે કોરોના બેકાબૂ બની રહ્યો હતો. કોરોનાને નિયંત્રિત કરતા તબીબો જ પોતે  સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આ બધું જોઈને ડૉ. હિતેશથી રહેવાયું નહીં અને તેઓ એકાએક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે. પી. મોદીને મળીને કહ્યું હતું કે ‘મારે કોરોના ડ્યૂટી કરવી છે. સિવિલ હોસ્પિટલ સમા મંદિરમાં આવેલા દર્દી નારાયણની સેવા કરવી છે’.

આ બીમારી સાથે માનસિક સારવાર-કાઉન્સેલિંગની ભૂમિકા મહત્વની
ટ્રોમા અને માનસિક રોગના નિષ્ણાંત ડૉ. હિતેશ પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અંગેના અનુભવો જણાવતા કહ્યું છે કે આ બીમારીમાં દર્દીને તબીબી સારવારની સાથોસાથ માનસિક સારવાર, કાઉન્સેલિંગ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સામાન્ય સંજોગોમાં વ્યક્તિ બીમાર પડે ત્યારે તેની ખબર અંતર પૂછવા જમાવડો ભેગો થતો હોય છે, જ્યારે આ બીમારીમાં તદન વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. દર્દીના સગા તેમની સમીપ જઈને તેમની સ્વાસ્થ્ય પૃચ્છા કરી શકતા નથી. જેથી દર્દી એકલવાયુ, માનસિક તણાવ, ગભરામણ, અશાંતિ અનુભવતું હોય છે. આવી પરિસ્થિતિઓમાં અમે દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા. નવરાશની પળોમાં કે રાઉન્ડ દરમિયાન તેનાથી વાતચીત કરતા તેમને સાંભળતા. જેથી દર્દીને તેમનું કોઈ છે તેવી અનુભૂતિ થાય છે. 

કોરોના વિશે નકારાત્મકતા સાંભળી નિરાશ થતોઃ ડૉ. હિતેશ પટેલ
તેમણે વધુમાં જણાવ્યું છેકે,‘હું લોકડાઉન પહેલા ઓસ્ટ્રેલિયાથી માદરે વતન પરત ફર્યો હતો. તેવામાં કોરોનાકાળ શરૂ થયો. દરરોજ મીડિયામાં, અન્ય માધ્યમોથી કોરોના અને સિવિલ હોસ્પિટલ વિશે નકારાત્મકતા આંખે વળગતી હતી. જે જોઈને હું ખૂબ જ નિરાશ થતો હતો. કેમકે મેં પોતે સિવિલ તંત્રને અનેક  કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં કર્તવ્યનિષ્ઠા સાથે કામ કરતા નજરે નિહાળ્યા છે. જેથી મેં તે જ વખતે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટને સંપર્ક કરી કહ્યુ કે મારે પણ કોરોના ડ્યૂટી કરવી છે. મારે આપણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સેવા કરવી છે. મને તંત્ર તરફથી સકારાત્મક જવાબ મળ્યો અને મેં ડ્યૂટી જોઈન કરી.

ડૉ. હિતેશ તમામ ફરજ બખૂબી નિભાવે છેઃ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ
સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી કહે છે કે ડૉ. હિતેશ કપરા સમયમાં સ્વૈચ્છિક રીતે આગળ આવી ફરજ સ્વીકારી છે. તેમને કોરોના વોર્ડમાં ડ્યૂટી આપી હોય કે, કોરોના વોર્ડ મેનેજમેન્ટની જવાબદારી, તેમણે તમામ ફરજ બખૂબી નિભાવી છે. માનસિક રોગ નિષ્ણાંત ડૉ. હિતેશ ઘણાંય દર્દીઓનું કાઉન્સેલીંગ કરીને એક અલગ જ પ્રકારની સહાયરૂપ સારવાર પદ્ધતિથી ઘણા દર્દીઓને બીમારીમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું છે. અમારી હોસ્પિટલ હિતેશની આ કર્તવ્યનિષ્ઠાને બિરદાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો