તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:મણિનગરના તબિબ 3 હજાર લોકોને શીખવી ચૂક્યાં છે યોગ, કહ્યું, લોકો યોગ થકી પણ કોરોનામાંથી નીકળ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ હજાર લોકોને વિનામૂલ્યે યોગ શીખવાડી ચૂક્યા છે, યોગની શરીર પર અસરો અને મેડિકલ સાયન્સનો સમન્વય કરે છે
 • આ ડૉક્ટરે કોરોનાકાળમાં અમદાવાદ કે ભારત જ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગાસનો કરાવી સ્વસ્થ રાખ્યા હતાં

અમદાવાદ | આમ તો મણિનગરના તબિબ ડો.હિતેશ રામાનૂજ આંખના નિષ્ણાત છે પણ છેલ્લા 20 વર્ષથી પોતે તો યોગની પ્રેક્ટિસ કરે જ છે તેની સાથે લોકોને પણ દવા નહીં પણ યોગથી શું લાભ થઈ શકે તે માટે પ્રેરિત કરે છે. જેઓ 7 વર્ષની ઉંમરે શિર્ષાસન કરતાં થઈ ગયા હતાં. કોરોનાકાળમાં પણ તેમણે માત્ર શહેરના જ નહીં વિદેશમાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને યોગ કરતાં કરી દીધા છે. અત્યારસુધીમાં તેમણે 3 હજાર કરતાં વધારે લોકોને યોગ તરફ વાળ્યાં છે. તેઓ પોતે તો અઘરા આસનો કરે જ છે પણ બીજા સામાન્ય લોકો કઈ રીતે સરળતાથી કરી શકે તેની પણ સમજ આપે છે. તેઓ અત્યારસુધી 3 હજાર લોકોને યોગ કરાવી ચૂક્યાં છે.

મેડિસીનની સાથે યોગ પણ જીવનમાં સૌથી મહત્વનો ભાગ છે

તબિબ છું એટલે માત્ર મેડિકલ પ્રેક્ટિસને જ મહત્વ નહીં આપું. તેની સાથે સાથે યોગ પણ આપણી લાઈફમાં મહત્વનો ભાગ ભજવે છે યોગ મારૂ પેશન છે. આ વાત મેં મારા 20 વર્ષના અનુભવ પછી જાણી છે. મને થયું કે મારે યોગનો મેસેજ લોકોને પણ આપવો જોઈએ તે માટે છેલ્લા છ વર્ષથી યોગ કરાવું છું. જો કે કોરોનાકાળમાં સવારે 5.45થી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જ સેશન્સ શરૂ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની ફી લીધા વિના મને આ કામ કરવું ખૂબ ગમે છે. મેં યોગની શરીર પરની અસરો અને મેડિકલ સાયન્સના સમન્વયથી જાણકારી મેળવી છે. મારા સમ્પર્કમાં 30 જેટલા લોકો એવા છે જેમને કોરોના હતો પણ હોસ્પિટલમાં દાખલ થયા વિના સાજા થયાં. -ડો.હિતેશ રામાનૂજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો