તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોર્ડમાં ગરબા:કોરોનાના દર્દીઓમાં આશાનું કિરણ જગાડતા તબીબો, SGVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ PPE કિટમાં ગરબે ઝૂમ્યો

અમદાવાદ13 દિવસ પહેલા
કોરોનાના દર્દીઓને પ્રસન્ન રાખવા SGVP હોસ્પિટલના મેડિકલ સ્ટાફનો અનોખો પ્રયાસ
  • કોરોનાના દર્દીઓને ચિંતામુક્ત કરી મનને પ્રસન્ન કરવા મેડિકલ સ્ટાફ PPE કિટમાં ગરબે ઝૂમ્યા
  • SGVP હોસ્પિટલના ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા સ્વાસ્થ્ય કર્મીઓ દર્દીઓને ખુશ કરવાના પ્રયાસમાં જોડાયા.

દેશભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તબીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યો છે. જોકે શરીરના સારા સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતા પણ ખૂબ જ જરૂરી છે. એવામાં શહેરના એસ.જી હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

કોરોનાના દર્દીઓને તણાવથી મુક્ત કરતો મેડિકલ સ્ટાફ
એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થ્ય કર્મીઓ મનને પણ ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરીર સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતાની બહુ મોટી ભૂમિકા છે. એવામાં સ્ટાફ દ્વારા તમામ દર્દીઓ સાથે PPE કીટમાં જ ડાંસ તથા ગરબા કરીને તેમને ચિંતામુક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. હોસ્પિટલ દ્વારા જેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા સ્વાસ્થ્ય કર્મીઓ દર્દીઓને ખુશ કરવાના પ્રયાસમાં જોડાયા.
ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા સ્વાસ્થ્ય કર્મીઓ દર્દીઓને ખુશ કરવાના પ્રયાસમાં જોડાયા.

SGVP હોસ્પિટલનો વીડિયો સામે આવ્યો
આ વીડિયોમાં સ્ટાફ દ્વારા કોરોનાના દર્દીઓ સાથે PPE કિટમાં ડાંસ કરતા દેખાય છે. તેમની સાથે દર્દીઓ પણ હળવાશના મૂડમાં દેખાઈ રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ સંક્રમિત વ્યક્તિ પણ ગભરાઈ જતી હોય છે. એવામાં તેમને તણાવ મુક્ત રાખવા માટે તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા કરાતા આ કાર્ય ખરેખર બિરદાવવાને યોગ્ય છે. દિવસભર કલાકો સુધી PPE કિટ પહેરીને દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેતા આ કોરોના વોરિયર્સ અનેક પરેશાનીઓ સહન કરીને પણ દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો