નિર્ણય બદલાયો:SVP હોસ્પિટલમાં ડોક્ટરોને તગડી કમાણી કરાવવાની વિચારણા પડતી મૂકાઈ, ખાનગી ક્લિનિકને કમિશન આપવાની વિચારણા હતી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
SVP હોસ્પિટલ - Divya Bhaskar
SVP હોસ્પિટલ
  • સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટરો પોતાના ખાનગી ક્લિનિક વધુ સારવારાર્થે SVP હોસ્પિટલમાં ખસેડે આપવાની વિચારણા હતી
  • MET ટ્રસ્ટની બેઠકમાં કરાયેલી વિચારણાનું કામ ભાજપના શાસકોએ વિવાદ ઉભો થતાં પરત મોકલ્યું
  • કોંગ્રેસે SVP હોસ્પિટલમાં કમિશનરાજ, નફખોરી કે ખાનગીકરણની નીતિ અમલનો વિરોધ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (MET)ની 13 જાન્યુઆરીએ બેઠક મળી હતી. જેમાં SVP હોસ્પિટલમાં આવતા સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટરો પોતાના ખાનગી ક્લિનિક પરથી વધુ સારવાર માટે જો SVP હોસ્પિટલમાં ખસેડે તો તેમને ખાનગી હોસ્પિટલમાં મોકલવા માટે જે કમિશન આપવામાં આવે છે તે રીતે કમિશન આપવાની વિચારણા કરવામાં આવી હતી. MET ટ્રસ્ટની બેઠકમાં કરવામાં આવેલી વિચારણાનું કામ ભાજપના શાસકોએ વિવાદ ઉભો થતાં પરત મોકલ્યું છે. ખાનગી ક્લિનિક ચલાવતા અને SVP હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરોને કમાણી કરવા માટે METના અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. જેના પર હવે METની કામગીરી સામે સવાલ ઉભો કરે છે કે શું સરકારી હોસ્પિટલો ડોકટરોને કમાણી કરાવવા માટે છે?

બે દિવસ અગાઉ બેઠકમાં નિર્ણય લેવાયો હતો
ગત 13 જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મળેલી બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 200 બેડનો અલદાયો વિશેષ એક્ઝિક્યૂટિવ વોર્ડ ઉભો કરી અને તેમાં SVP હોસ્પિટલમાં જે સિનિયર ડોકટરો કન્સલ્ટિંગ માટે આવે છે. તેઓ પોતાના ખાનગી હોસ્પિટલમાં જે દર્દી સારવાર માટે આવે તેને વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જગ્યાએ SVP હોસ્પિટલમાં ખસેડી અને તેઓને કમિશન મળે એવું વિચારણા કરવામાં આવી હતી.

ડોક્ટરોને રીફર પર કમિશનની આપવા વિચારણા હતી
SVP હોસ્પિટલમાં જો ડોક્ટરો દર્દીને મોકલે તો તેને તગડું કમિશન આપવાની આ વિચારણા અંગેનું કામ ભાજપના શાસકો ધ્યાને આવતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આ કામને પરત મોકલ્યું છે. હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરો જો દર્દીને રીફર કરે તો તેના માટે કમિશન આપવા અંગેની વિચારણાનું કામ લાવવામાં આવ્યું હતું તેને પરત મોકલવામાં આવ્યું છે.

કોંગ્રેસે ડોક્ટરોને કમિશન આપવા મુદ્દે વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસના નેતા ડો. અમિત નાયકે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે, SVP હોસ્પિટલનું સંચાલન કરતી મેટ કમિટીની મિટિંગમાં આવનારા દિવસોમાં હોસ્પિટલના ખાલી પડી રહેલા બેડ ભરવાની ઘેલછા અને વેપારીકરણના આશયથી પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતાં તબીબોને તગડું કમિશન ચૂકવી દર્દીઓ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરાશે. જે મેડિકલ પ્રેક્ટિસના સિદ્ધાંતો વિરુદ્ધ છે. ભાજપના સત્તાધીશો દ્વારા અપનાવવામાં આવેલા આરોગ્ય ક્ષેત્રના ખાનગીકરણ અને વેપારીકરણની નીતિ અને રીતિનું દૂષણ શહેરના દર્દીઓને પણ કમિશન પ્રથા દ્વારા બિનજરૂરી ખર્ચ કરાવનારું બની રહશે તે સ્પષ્ટ દેખાય રહેલું છે. અએમસી સંચાલિત સંસ્થા છે કોઈ કોર્પોરેટ એકમ નહીં કે તેમાં પણ કમિશનરાજ, નફખોરી કે ખાનગીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવે. આ નીતિનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આપ તાત્કાલિક આ બાબતે તપાસ કરી આવા તઘલગી નિર્ણયો રદ કરશો.

અન્ય સમાચારો પણ છે...