સતત 7મા દિવસે હડતાળ:હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ છતાં ડોક્ટરો હડતાળ સમેટવા રાજી નથી; દર્દીઓને ભારે હાલાકી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • કોવિડ ડ્યૂટીની ગણતરી કરી બોન્ડમાંથી મુક્તિની માગ

સતત 7મા દિવસે સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ યથાવત રહી હતી. એક બાજુ હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાની આખરી નોટિસ જારી કરાઇ હોવા છતાં ડોક્ટરો હડતાળ સમેટવાના મૂડમાં નથી.

ડોક્ટરોને કહેવું છે કે, અમે ગુજરાતના કોઇપણ ગામડામાં ડ્યૂટી કરવા તૈયાર છીએ. કોવિડ ડ્યૂટી કરનારી વર્ષ 2017-18ની બેચની જેમ અમારી બેચને લાભ આપવો જોઇએ. તેમજ નવા હોસ્ટેલની વ્યવસ્થા અને બોન્ડની કોઇ પોલિસી ઘડવામાં આવી નથી. તેમજ સરકાર પણ આ મુદ્દે કોઇ નિર્ણય લેવા તૈયાર નથી. આમ, સરકાર અને ડોકટરોની લડાઇને કારણે છેલ્લાં અઠવાડિયાથી હોસ્પિટલમાં આવતાં દર્દીઓ ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે.

જુનિયર ડોક્ટરો જણાવે છે કે, કોરોના જયારે પીક પર હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા બોન્ડમાંથી મુક્તિ આપવાની વાત કરી હતી. પરંતુ, સરકારે માત્ર ચારમાંથી સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની બે બેચને લાભ આપીને અમારી સાથે અન્યાય કર્યો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ (એનએમસી)ના નિયમ મુજબ એક સ્ટાઇપન્ડ પણ અપાતું નથી. હાલમાં રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં એનએમસીના નિયમ મુજબ સ્ટાઇપન્ડ આપવાની શરૂઆત કરાઇ છે. તેમ છતાં આજ દિન સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ સ્ટાઇપન્ડથી વંચિત છે.

લાંબા સમયથી બે માગ સ્વીકારાતી નથી
જુનયિર ડોકટરોએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રી જણાવે છે કે, ડોકટરોની માંગણી સાચી હોય તો સરકાર ડોકટરોની માંગણી સ્વીકારી છે. પરંતુ, હકીકતમાં ઋષિકેશભાઇ આરોગ્ય મંત્રી બન્યાં પછી અમારી બે માંગણીઓનું નિરાકરણ ન આવતાં અમારે હડતાળ પર જવું પડ્યું છે. મેડિસીન વિભાગના વડા. ડો. કમલેશ ઉપાધ્યાયની તાનાશાહી સામે કમિટી રચી છે પણ કોઇ કાર્યવાહી કરાઇ જ નથી.

અન્ય સમાચારો પણ છે...