તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ સુવિધાનો અભાવ:સરકારી હોસ્પિટલોમાં જવા ડોક્ટરો તૈયાર નથી, 141 પીડિયાટ્રિશિયન માટે માત્ર છ અરજી મળી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વિધાનસભામાં નીતિન પટેલે કહ્યું, ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરવી વધારે પસંદ કરે છે

વિધાનસભામાં સરકારી હોસ્પિટલોમાં પૂરતા ડોક્ટરો નહીં હોવાના કોંગ્રેસના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સ્પેશિયાલિટી ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરવાનું વધારે પસંદ કરે છે. જેથી તેઓ સરકારી સેવામાં જોડાવા તૈયાર થતા નથી.

પટેલે ઉદાહરણ આપતા કહ્યું કે વર્ષ 2015માં પીડિયાટ્રિશિયનની 141 જગ્યા માટે જીપીએસસી દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ માત્ર 6 ઉમેદવારો મળ્યા હતા.

હાલમાં પાંચથી સાત સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો ભેગા થઇને તેમની હોસ્પિટલ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જેને કારણે સરકારી હોસ્પિટલમાં કોઇપણ ફેકલ્ટીમાં ડોક્ટરો મળતા નથી. કોરોના મહામારી દરમિયાન પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરોને 85 હજારથી સવા લાખ રૂપિયા સુધીનો પગાર ઓફર કરાયો હતો છતાં આવવા તૈયાર ન હતા. આયુષ ડોક્ટરો પણ પૂરતી સંખ્યામાં મળ્યા ન હતા.

હવે રાજ્યમાં મેડિકલની બેઠકો વધી હોવાથી આવનારા સમયમાં વધુ ડોક્ટરો પ્રાપ્ત થશે. આ ઉપરાંત ખ્યાતનામ પ્રાઇવેટ ડોક્ટરો તેમની પ્રેક્ટિસ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આવીને દર્દીઓની સારવાર કરે અને મેડિકલ સ્ટૂડન્ટને અભ્યાસ કરાવે તેવી પોલિસી અમે બનાવી રહ્યા છીએ. જેથી ટૂંક સમયમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત દૂર થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...