ઈન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડ:એન્જિઓપ્લાસ્ટી બાદ ડૉક્ટરે વર્કઆઉટની ના પાડી છતાં માત્ર 30 સેકન્ડમાં 71 પુશઅપ્સ કરીને રેકોર્ડ બ્રેક કર્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજય શિંદે - ફાઇલ તસવીર - Divya Bhaskar
વિજય શિંદે - ફાઇલ તસવીર
  • માત્ર 30 સેકન્ડમાં 71 પુશઅપ્સ કરીને ઈન્ટરનેશનલ રેકોર્ડ બ્રેક કર્યો
  • ફિટનેસ ટ્રેનર વિજય શિંદેએ ઈન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું

શહેરના વિજય શિંદેએ ઈન્ટરનેશનલ બુક ઑફ રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું છે. તેમણે 30 સેકન્ડમાં સૌથી વધારે 67 પુશઅપ્સ કરવાનો રેકોર્ડ તોડીને 30 સેકન્ડમાં 71 પુશઅપ્સનો રેકોર્ડ સર્જ્યો છે. વિજય શિંદે એક ફિટનેસ ટ્રેનર છે અને તેઓ 2018માં મિસ્ટર ગુજરાતનું ટાઈટલ પણ જીતી ચૂક્યા છે.

30 સેકન્ડમાં સૌથી વધારે પુશઅપ્સનો રેકોર્ડ બ્રેક કરવા માટે તેમણે નેચરલ વેજિટેરિયન ડાયટ ફોલો કરી હતી. જેના થકી તેમણે લોકોમાં એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે ફક્ત નોનવેજ કે બોડી સપ્લિમેન્ટ કે સ્ટીરોઈડ લઈને જ બોડી સ્ટ્રેન્થ નથી વધતી. નેચરલ વેજિટેરિયન ડાયટ ફોલો કરીને પણ બોડી સ્ટ્રેન્થ વધારી શકાય છે. તેમણે 2 મહિના સુધી સતત બોડી સ્ટ્રેન્થ વધારવા માટે ડાયટ અને પ્રોપર એક્સરસાઈઝ પર ધ્યાન આપ્યું અને તેના લીધે તેમણે ધારેલો ગોલ અચિવ કર્યો. હવે તેઓ વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ માટે તૈયારી કરી રહ્યા છે.

આ રીતે હાંસલ કર્યું પોતાનું લક્ષ્ય

  • 1 મહિનો સતત રોજના 4 કલાક સ્ટેમિના વર્કઆઉટ કર્યું
  • કોઈપણ પ્રકારના સ્ટીરોઈડ કે સપ્લિમેન્ટ્સ નથી લીધા
  • દિવસમાં 4 વખત 5-5 મિનિટના સ્ટેમિના બુસ્ટર પુશઅપ્સ કરતો
  • રેકોર્ડ બ્રેક કરવા માટે 0.4 સેકન્ડમાં 1 પુશઅપ મારવાનો ટાર્ગેટ રાખ્યો હતો

વેજ ડાયટ ફોલો કરી સ્ટેમિના વધાર્યો
ઈન્ટરનેશનલ રેકોર્ડ બ્રેક કરવાની જર્ની વિજય શિંદે માટે સરળ નહોતી રહી. એક વર્ષ પહેલા હેવી વર્કઆઉટ કરવાને લીધે તેમને હાર્ટની તકલીફ સર્જાઈ હતી અને જેના લીધે તેમને એન્જિઓપ્લાસ્ટી કરાવવી પડી હતી. જેથી ડૉક્ટરે વિજયને હેવી વર્કઅઆઉટ ના કરવાની સલાહ આપી હતી. પણ મનોબળ મક્કમ રાખીને તેમણે ધીમે ધીમે બોડી સ્ટ્રેન્થ વધારવાની શરૂઆત કરી અને નેચરલ વેજિટેરિયન ડાયટ ફોલો કરીને સ્ટેમિના વધાર્યો.

મન મક્કમ હોય તો કોઈ કામ અઘરુ નથી
ડૉક્ટરે મને હેવી વર્કઆઉટની ના પાડી ત્યારે હું મનથી હારી નહોતો ગયો. મન મક્કમ રાખીને હળવી એક્સરસાઇઝ શરૂ કરી. ધીમે-ધીમે એક્સરસાઇઝમાં વધારો કર્યો અને જ્યારે રેકોર્ડ બ્રેક કરવાનું નક્કી કર્યું ત્યારે એક મહિનો સ્ટ્રીક્ટ વેજ ડાયટ ફોલો કરી. હાર્ટ પેશન્ટ હોવાને લીધે ઘણી વખત વર્કઆઉટ કરતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડે છે, પણ થોડો સમય આરામ કરીને ફરીથી વર્કઆઉટમાં લાગી જઉ છું. મારા મતે જો મન મક્કમ હોય તો કોઈ પણ કામ અઘરુ નથી. - વિજય શિંદે, રેકોર્ડ બ્રેકર

અન્ય સમાચારો પણ છે...