તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:કોરોનાનો ચેપ લાગ્યાના ડરે ડૉક્ટર જાતે હોમ ક્વોરન્ટાઈન થયા, 3 દિવસથી ઊંઘતા પણ નથી

અમદાવાદ એક વર્ષ પહેલાલેખક: તેજલ શુક્લ
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ટેસ્ટ નેગેટિવ હોવા છતાં પત્ની પાસે કોરોનાની દવાની સતત માગણી કરે છે

કોરોનાને કારણે અનેક લોકોના મગજ પર આડ અસર  જોવા મળી રહી છે. સામાન્ય માણસોની સ્થિતિ સમજી શકાય પરંતુ શહેરના એક ડૉક્ટર સતત કોરોના વિશેના વિચારોને છેલ્લા 3 દિવસથી ઊંઘી શકયા  નથી. તેમના માનસિક સ્વાસ્થ્ય પાર તેની વિપરિત અસર જોવા મળી રહી છે. ડૉક્ટર સતત તેમને કોરોના થઇ ગયો હોય તેવી હરક્તો કરી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી તેમણે પોતાની જાતને હોમ ક્વોરન્ટિન કરી દીધી છે. પત્ની  કે બાળકોને પાસે આવા દેતા નથી.અનેક મિત્રોએ સમજાવ્યા બાદ પણ તેમની માનસિક સ્થિતિ કથળી જતા છેવટે તેમની પત્નીએ 104 હેલ્પલાઇનમાં ફોને કરીને  મદદ માંગી હતી. 104ની ટીમે  દ્વારા ડૉક્ટરનું કાઉન્સિલિંગ કર્યું હતું અને તેમની માનસિક શાંતિ માટે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાયો હતા.જોકે ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ ડોક્ટર 3 દિવસથી સતત જાગી રહ્યાં છે અને  અને તેમની પત્ની પાસે કોરોનાની દવા માગી રહ્યા છે.
આઈટી એક્સ્પર્ટે હેલ્પલાઇનને કહ્યું, રાતે ખરાબ સપનાં આવે છે
એક કંપનીમાં આઇટી એક્સપર્ટ તરીકે કામ કરતા યુવાને 104માં ફોને કરીને મદદ માંગી હતી. તેણે કહ્યું હતું કે, તેની પત્ની અને બાળકો ઇન્દોરમાં વતનમાં ગયા છે. અમદાવાદમા તેમના માતા-પિતા સાથે તે રહે છે. કોરોનને લીધે તેમને કંપનીનુ કામ ઘરેથી કરવાનું હોય છે. પરંતુ કામ પતે એટલે ડર લાગે છે. સુવાનો પ્રયત્ન કરું ત્યારે ખરાબ સપના આવે છે. ડિપ્રેશન વધતું જાય છે.તેમના માતા-પિતા ઘરમાં હોવા છતાં પોતાના કામમાં વ્યસ્ત રહે છે જેના કારણે ખુબ એકલાપણુ લાગે છે. 104ના સભ્યોએ માતા-પિતા સાથે સમય પસાર કરવા અને મોટીવેશનલ વીડિયો જોવા સૂચન કર્યું હતું.
માનસિક સંતુલન ગુમાવનારને નેગિટિવિ ન્યૂઝ ન દેખાડવા સલાહ
અતિ ધનાઢ્ય પરિવારના યુવાન પુત્રે લોકડાઉનને કારણે બહાર જવા નહિ મળતા બંગલૉમાં બુમાબુમ અને તોફાન મચાવ્યું હતું. યુવાને માનસિક સંતુલન ગુમાવી દીધું હોવાથી તેને ડોક્ટરે ઘરમાં ટીવીમાં સમાચાર નહિ બતાવવા સલાહ આપી હતી. હેલ્પલાઇનના કાઉન્સિલરની સલાહથી મુજબ તેને ફાર્મ હાઉસ પર લઇ જવામાં આવતા 1 દિવસમાં જ તેના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો