અમદાવાદમાં ઈમરજન્સી સેવા:AMA દિવાળીના તહેવારમાં ડોક્ટર ઓન કોલની સેવા આપશે, 14 ડોક્ટરની ટીમ ફોન પર જ સ્વાસ્થ્ય સંબંધી નિરાકરણ આપશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ડોક્ટરને ફોન કરીને તેમની પાસેથી જે તે બીમારીને ઈમરજન્સીમાં ફોન દ્વારા સલાહ-સૂચન લઈ શકાશે
  • AMAએ છેલ્લા 11 વર્ષથી આ સેવા આપતું આવ્યું છે અને ગયા વર્ષે એક હજાર લોકોના કોલ આવ્યા હતા

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષે દિવાળીમાં ડોક્ટર ઓન કોલની સેવા આપવામાં આવે છે. આ સેવા અંતર્ગત ડોક્ટર દ્વારા ફોન પર જ સલાહ આપવામાં આવશે. ઉપરાંત ડોક્ટરનું વૉટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરના નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે.

ક્લિનિક બંધ હોય ત્યારે કોલ કરીને સલાહ લઈ શકાશે
દિવાળીના સમયમાં અનેક ક્લિનિકના ડોક્ટર પણ રજા પાર હોવાથી અનેક ક્લિનિક બંધ થાય છે, ત્યારે આ પરિસ્થિતિમાં લોકોને તકલીફ પડે તો ફોન પર જ જે તે વ્યક્તિને ડોક્ટર દ્વારા સલાહ સૂચન આપવામાં આવે તેવી વ્યવસ્થા અમદાવાદ મેડિકલ એસોસિઅએશન દ્વારા કરવામાં આવી છે. જેમાં તહેવારમાં પણ ડોક્ટર ઓન કોલ એટલે કે કોલ કરીને ડોક્ટર પાસેથી સલાહ લઇ શકાશે.

ગયા વર્ષે કોલ કરાયા હતા તે મોટાભાગે કોરોનાના દર્દીઓના હતા
AMA દ્વારા છેલ્લા 11 વર્ષથી આ સેવા આપવામાં આવે છે અને આ વર્ષે 12મા વર્ષે પણ ડોક્ટર ઓન કોલનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે ડોક્ટરને કોરોના હોવાને કારણે 1 હજાર જેટલા કોલ મળ્યા હતા. જેમાંથી મોટા ભાગના કોલ કોરોના દર્દીઓના હતા. જેમને ફોન પર જ સલાહ આપીને ઈલાજ કરવામાં આવ્યું હતું.

ગયા વર્ષે કોરોનાના કેસ દિવાળી બાદ વધ્યા હતા
આ અંગે AMAના પ્રમુખ ડો. દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે, દિવાળીમાં મર્યાદિત ડોક્ટર હોવાને કારણે દર્દીઓને મુશ્કેલીમાં મૂકાયા છે. જેના કારણે લોકોને મદદરૂપ થવા માટે AMA અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં લોકો બહાર આવ્યા અને દિવાળીમાં પણ આવ્યા છે, જેથી કેસ વધવાની સંભાવના છે. ગત વર્ષે આ પેટર્નથી જ કોરોનાના કેસ વધ્યા હતા, જેથી લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટસન્સના નિયમોનું પાલન કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...