પતિને 31 વર્ષે ભાન થયું, 'લગ્ન મરજી વિરુદ્ધ થયા':ડૉક્ટર સાહેબ દાદા બની ચૂક્યા છે, બીજા પુત્રના લગ્ન છે ને ડિવોર્સ માટે અરજી કરી, પત્નીએ કહ્યું- તેમના 'બીજી' સાથે સંબંધો

અમદાવાદ9 દિવસ પહેલા

21મી સદીમાં સામાજિક સમસ્યા ખૂબ વકરી રહી છે. ખાસ કરીને લગ્નજીવનમાં ભંગાણ પડતાં વાર લાગતી નથી. દાંપત્યજીવનમાં પડેલી તિરાડ અંગે અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે અમદાવાદના એક જાણીતા ડૉક્ટરના લગ્નજીવનમાં 31 વર્ષ પછી ભંગાણ પડ્યું છે. અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક ડૉક્ટરે 50 વર્ષની ઉંમરે 31 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ડૉક્ટરે છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં 31 વર્ષ પહેલાં તેમના પિતાએ તેમની મરજી વિરુદ્ધ અને પરિવારના દબાણથી લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું કારણ આગળ ધર્યું છે. જ્યારે પત્નીએ પતિ પર અન્ય મહિલા સાથે સંબંધો હોવાનો આક્ષેપ કર્યો છે.

ડિવોર્સ લેવા માગતા ડૉક્ટરના દીકરાના ઘરે દીકરા છે અને એક દીકરાના લગ્ન થવાની તૈયારી થઈ રહી છે.

પત્નીનાં વકીલ તપસ્વી રાવલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પત્નીએ પણ પતિ દ્વારા લગાવેલા આરોપનો જવાબ આપતાં દાવો કર્યો છે કે તેમના ડોક્ટર પતિ તેમની સાથે હોસ્પિટલમાં કાર્યરત મહિલા સાથે સંબંધ ધરાવે છે, જેથી તેમણે છૂટાછેડા માટેનો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...